ChatGPT માત્ર બે જ વર્ષમાં Googleને ખતમ કરી દેશે, જાણો-કોણે કર્યો આ દાવો ?
થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે Open AIની ChatGPTને લઇને ગૂગલ મેનેજમેન્ટમાં ભારે હલચલ મચી ગઇ છે. મેનેજમેન્ટને તેમના સર્ચ બિઝનેસ માટે ChatGPTથી ખતરો અનુભવી રહ્યા છે. જેથી, CEO સુંદર પિચાઈએ અનેક તબક્કાની બેઠકો યોજી હતી. આ બધા વચ્ચે Gmailના ક્રિએટર Paul Buccheitનું નિવેદન ચર્ચામાં છે. પોલે કહ્યું છે કે નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ સર્ચ એન્જિન આગામી બે વર્ષમાં જાયન્ટ કંપની Googleને ખતમ કરી શકે છે.
ગયા વર્ષે નવેમ્બરમાં લોન્ચ થયાના એક અઠવાડિયાની અંદર જ, તેને એક મિલિયનથી વધુ ChatGPT વપરાશકર્તાઓ દ્વારા એક્સેસ કરવામાં આવ્યું હતું. Googleની તુલનામાં આ AI ટૂલ એકદમ શક્તિશાળી છે. કારણ કે, Googleના સર્ચ રિઝલ્ટ લિંક પર આધારિત છે. પરંતુ, ChatGPT મુશ્કેલ વિષયોને ખૂબ જ સરળ ભાષામાં પણ સમજાવે છે. તેની ભાષા જરા પણ મશીનની હોય તેવું લાગતું નથી.
Gmailના ક્રિએટરે શું કહ્યું ?
Gmailના ક્રિએટર પોલ બુચ્ચેઇટે ટ્વિટની એક સિરીઝમાં જણાવ્યું છે કે Google એક કે બે વર્ષમાં સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે. AI સર્ચ એન્જિન રિઝલ્ટ પેજને ખતમ કરી દેશે. આ એ છે જ્યાંથી કંપની સૌથી વધુ પૈસા કમાય છે. જો કંપનીએ AIમાં નિપુણતા મેળવી લીધી હોય, તો પણ કંપની તેના વ્યવસાયના સૌથી મૂલ્યવાન હિસ્સાને નષ્ટ કર્યા વિના તેને સંપૂર્ણપણે તૈનાત કરી શકતી નથી.
પોલે જણાવ્યું હતું કે ChatGPT સર્ચ એન્જિન માટે એ કરશે જે ગૂગલે Yellow Pages સાથે કર્યું હતું અને AI સર્ચ એન્જિન રિઝલ્ટ પેજને પણ દૂર કરશે, જ્યાંથી ગૂગલ જેવા સર્ચ એન્જિન સૌથી વધુ પૈસા કમાય છે.
એક સંશોધનમાં જોવા મળી રહ્યું છે કે, ChatGPT નામનો ઉપયોગ કરીને Android અને Appleમાં વપરાશકર્તાઓને છેતરવા માટે ઘણી બધી ફેક એપ્લિકેશનો જોવા મળી રહી છે. આ એપ્સે અનૈતિક રીતે ChatGPT નામનો ઉપયોગ ખોટી રીતે તેમની એપને પ્રોમોટ કરે છે, તેમનું OpenAI સાથે કોઈ લેવાદેવા હોતું નથી.
અમુક ઇમ્પોસ્ટ એપ્લિકેશન્સમાં 50Kથી વધુ ડાઉનલોડ્સ સાથે TalkGPT to Talk to ChatGPTએ એન્ડ્રોઇડ પર એક લોકપ્રિય ઇમ્પોસ્ટર છે જે વપરાશકર્તાઓને સૌથી શ્રેષ્ઠ અનુભવ માટે ચાર્જ કરે છે. IOS માટે પણ આ પ્રકારે ઇમ્પોસ્ટર છે “ChatGPT-AI Chat GPT 3 Bot” કે જેને એકદમ ChatGPTની કોપી કરી લોકપ્રિયતા મેળવી છે અને લોકોને એપના ઉપયોગ માટે ચાર્જ કરે છે.