ઈલેક્શનના રિઝલ્ટની વચ્ચે ChatGPT થયું ઠપ, લાખો યૂઝર્સની ફરિયાદ


- હાલના સમયે ChatGPT એક મહત્ત્વપૂર્ણ ટૂલ સાબિત થઈ શકતું હતું, પરંતુ તેની સર્વિસ ઠપ થવાથી લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી
4 જૂન, નવી દિલ્હીઃ OpenAIના ChatGPTને આજે ઘણા કલાકોથી યૂઝર્સ એક્સેસ કરી શકતા નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા લોકો તેની ફરિયાદ કરી રહ્યા છે. આ પ્લેટફોર્મ પર સવાલોનો કોઈ રિસ્પોન્સ મળી રહ્યો નથી. વેબ વર્ઝન પર ચેટબોટ લોડ થઈ રહ્યું નથી.
મોબાઈલ વર્ઝન પર તમે સવાલોને ચેટબોક્સમાં ટાઈપ કરીને સેન્ડ તો કરી શકો છો, પરંતુ તમને તેનો કોઈ જવાબ મળશે નહીં. આ પરેશાની કયા કારણે છે, તેની કોઈ જાણકારી પણ સામે આવી નથી. યૂઝર્સ જૂની ચેટ્સને પણ એક્સેસ કરી શકતા નથી.
ઈલેક્શન રિઝલ્ટ્સની વચ્ચે ઘણા બધા યૂઝર્સ ChatGPTનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તેની સર્વિસિસ ઠપ થવાના કારણે લોકોના કામ પર પણ તેની અસર પડી રહી છે. હાલના સમયે ChatGPT એક મહત્ત્વપૂર્ણ ટૂલ સાબિત થઈ શકતું હતું, પરંતુ તેની સર્વિસ ઠપ થવાથી લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી.
યૂઝર્સ કરી રહ્યા છે ફરિયાદ
DownDetectorની વાત માનીએ તો બપોરે 12 વાગ્યાથી આ સમસ્યા શરૂ થઈ હતી. 80 ટકાથી વધુ યૂઝર્સને ChatGPT એક્સેસ કરવામાં પરેશાની આવી હતી. 14 ટકા યૂઝર્સ તેના વેબ વર્ઝનને એક્સેસ કરી શકતા નથી, તો 12 ટકાને એપ પર તકલીફ થઈ રહી છે. આ પરેશાની કયા કારણે છે તે અંગે હજુ કંપનીએ કંઈ જણાવ્યું નથી. ChatGPTની સર્વિસ વિવિધ પ્લેટફોર્મ એટલે કે વેબ, એન્ડ્રોઈડ અને iOS તમામ પર પ્રભાવિત છે.
આ પણ વાંચોઃ શેરબજાર ક્રેશ: રોકાણકારોનું ધોવાણ, સેન્સેક્સ 6000 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી 1900 પોઈન્ટ ઘટ્યો