મહિલા સફાઈકર્મી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો, ચરોતર વાલ્મીકી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું
તાજેતરમાં અમદાવાદ ખાતે એક દલિત વાલ્મિકી સમાજ ની દિકરી સાથે દુઃખદ ઘટના બની હતી. 18 જુલાઈએ નરોડા વિસ્તારમાં રહેતા ભોગ બનનાર મહિલા સફાઈકર્મી તરીકે કામ કરતાં હતાં. જ્યાં ત્યાના નરાધમોએ સફાઈકર્મી મહિલા પર દુષ્કર્મ આચરી ઘાતક હથિયારોથી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેથી સમગ્ર ચરોતર વાલ્મિરી સામજ ગિન્નાયો છે.
સામાજના આગેવાનો ખેડા કલેકટરે કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા
સમાજના આગેવાનો 21 જુલાઈએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ઉદ્બોધિને ખેડા કલેકટરે કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. વાલ્મિકી સમાજના લોકોએ માગણી કરી છે કે આવા નરાધની વહેલી તકે ધરપકડ કરી જેલ ભેગો કરી કડક સજા કરવામાં આવે.
મહિલાને ન્યાય આપવા કરી માંગ
વધુમાં ખેડા જીલ્લા ચરોતર વાલ્મિકી સમાજના દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભોગ બનનાર મહિલાના પરિવારને વહેલી તકે ન્યાય અપવામાં આવે, ફરી આવી કોઇ ઘટના ના બને તે માટે આવા નરાધમોએને ફાંસી આપી ન્યાય આપવા માગ કરી છે.આ આવેદન સમાજના સંતો-મહંતો, વડીલો,આગેવાનઓ, સામાજિક કાર્યકરઓ આપવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદના CTM બ્રિજ પર મહિલાને કચડનારને શોધવા પોસ્ટર મૂકી માંગી મદદ, આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ