

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પંજાબ પોલીસ દ્વારા આ હત્યા અંગે માનસા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસે ચાર્જશીટમાં 34 લોકોના નામ આપ્યા છે. તમને જણાવી દઈએ કે 29 મેના રોજ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

સિદ્ધુ મૂસેવાલાના પરિવાર સહિત તેના સેંકડો ચાહકોએ કેન્ડલ માર્ચ કાઢી હતી. સિદ્ધુ મૂસેવાલાની હત્યાને લઈને જસ્ટિસ ફોર સિદ્ધુના નામે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચનું નેતૃત્વ તેના પિતા બલકૌર સિંહ અને માતા ચરણ કૌરે કર્યું હતું. આ કેન્ડલ માર્ચ માનસાના બહારના અનાજ બજારથી શરૂ થઈ જવાહર ગામની ‘છેલ્લી સવારી’ સુધી નીકળી હતી. આ કેન્ડલ માર્ચ દરમિયાન સિદ્ધુ મૂસેવાલાના પિતાએ કહ્યું કે-પરિણામ ગમે તે આવે, તેઓ ચૂપ નહીં બેસી રહે.