ગુજરાત રમખાણ કેસઃ તીસ્તા સહિત 3 વિરુદ્ધ 100થી વધુની પેજની ચાર્જશીટ દાખલ
ગુજરાત રમખાણ કેસમાં તીસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમાર વિરુધ્ધ 100થી વધારે પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હાલ આ કેસમાં SITની તપાસ ચાલી રહી છે. IT દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં 30થી વધુ સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાનો સમાવેશ કરાયું છે. સરકારી પુરાવા સાથે છેડછાડ કરવા બાબતે ત્રણેય વિરુદ્ધ કેસ નોંધાયો છે.
ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવાનો આરોપ
પૂર્વ ડીજીપી આરજી શ્રીકુમાર અને તીસ્તા સેતલવાડ પર ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણ કેસમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. તીસ્તા અને શ્રીકુમારની ગત જૂન મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ હાલ તેઓને અમદાવાદની સાબરમતી જેલમાં કેદ રાખવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, જૂન મહિનામાં જાકિયા જાફરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવ્યા બાદ તીસ્તા સેતલવાડ, શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. જાકિયા જાફરી કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની છે, જેમનું મોત 2002માં ગુજરાત હિંસામાં થયું હતું.
ક્રાઈમ બ્રાન્ચના PIએ નોધાવેલી ફરિયાદમાં સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ફરિયાદમાં જાકીયા જાફરીને મદદ કરતા તેની કોર્ટ પટીશન, એસઆઇટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પુરાવાઓ સાચા તરીકે ઉપયોગ માટે રજૂ કર્યા હતા. આ લોકો સામે આઈપીસી 468, 471, 194, 211, 218 અને 120 બી મુજબ ગુનો નોધાયો હતો.