અમદાવાદગુજરાત

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય અને પ્રજ્ઞેશ પટેલ સામે 19 ડિસેમ્બરે ચાર્જફ્રેમ થશે

Text To Speech

અમદાવાદ, 14 ડિસેમ્બર 2023, શહેરમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલે ઈસ્કોન પર અકસ્માતની ઘટના પહેલાં બે અકસ્માત કર્યા હતાં. તેણે સાંતેજમાં મંદિર સાથે ગાડી અથડાવી હતી જ્યારે એસજી હાઈવે પર એક કાફેની દિવાલ પર થાર ગાડી અથડાવી હતી. આ બંને અકસ્માત સંદર્ભે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત સંદર્ભે ચાર્જફ્રેમ માટે મુદત હતી. પરંતુ તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની અમુક કલમોમાંથી ડિસ્ચાર્જ અરજી ઉપર હાઇકોર્ટમાં વધુ સુનાવણી પેન્ડિંગ છે. ત્યારે આરોપીના વકીલે ટ્રાયલ કોર્ટ સમક્ષ કાર્યવાહી સ્થગિત રાખવાની માગ કરતા કોર્ટે 19 ડિસેમ્બરે વધુ કાર્યવાહી માટે મુદત આપી હતી.

આરોપી તથ્ય પટેલ પર 304ની કલમ લાગી છે
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ પર 304ની કલમ લાગી છે. જેમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે. તથ્ય પટેલના વકીલે હાઈકોર્ટમાં ઘટના બનવા અંગે નોલેજ મુદ્દે દલીલ કરી હતી. જ્યારે સરકારી વકીલે તથ્યએ અગાઉ કરેલા બે અકસ્માત ટાંકીને સામી દલીલ કરી હતી. પરંતુ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસની ચાર્જશીટ અલગ હોવાથી અન્ય બનાવને આ અકસ્માત કેસ સાથે ગણી શકાય નહીં તેવી તથ્યના વકીલની દલીલ હતી. આવતીકાલે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની ડિસ્ચાર્જ અરજી અને તથ્યની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનવણી યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે, તથ્ય પરથી IPCની કલમ 304 અને 308 દૂર થઈ જાય તો તેને જામીન મેળવવામાં સરળતા રહે તેવું વકીલ દ્વારા જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ મોરબી બ્રિજ કેસમાં જેલમાં બંધ જયસુખ પટેલ વિશે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે શું કહ્યું?

Back to top button