ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs PAK: ઘાયલ સિંહ આખરે ટીમ ઈંડિયા વચ્ચે પહોંચ્યો, દુબઈમાં જસપ્રીત બુમરાહ જોવા મળ્યો

દુબઈ, 24 ફેબ્રુઆરી 2025: ભારતીય ટીમે IND vs PAK ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં 6 વિકેટે જીત પ્રાપ્ત કરી છે. રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. આ અગાઉ ભારતીય ટીમે બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમની જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો હતો. કોહલીએ સદી ફટકારી ભારતને શાનદાર જીત અપાવી હતી. કોહલીએ 111 બોલ પર નોટઆઉટ 100 રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગા પણ સામેલ છે.

એવોર્ડ્સ લેવા બુમરાહ પહોંચ્યો દુબઈ, ભારતીય ખેલાડીઓ સાથે વાત થઈ

IND vs PAK મેચ દરમ્યાન ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. બુમરાહ પીઠમાં તકલીફના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં નથી રમી રહ્યો. બુમરાહને મેચ પહેલા આઈસીસી એવોર્ડ્સ આપવામાં આવ્યો હતો.બુમરાહને વર્ષ 2024નું સર્વશ્રેષ્ઠ મેન્સ ક્રિકેટર અને સર્વશ્રેષ્ઠ મેન્સ ટેસ્ટ ક્રિકેટરનો પુરસ્કાર મળ્યો. બુમરાહને આ બંને પુરસ્કારો ઉપરાંત 2024 માટે પુરુષ ટેસ્ટ અને ટી20 ટીમમાં જગ્યા બનાવવા માટે ટીમ કેપ પણ આપવામાં આવી છે.

આઈસીસીના ચેરમેન જય શાહે બુમરાહને આ એવોર્ડ સોંપ્યો હતો. બુમરાહની હાજરીથી ભારતીય ખેલાડીઓને જુસ્સો વધ્યો. એક દર્શક તરીકે મેદાનમાં રહેવાનું બુમરાહ માટે પણ એક અલગ અનુભવ હતો. આઈસીસીએ પણ એક વીડિયો શેર કર્યો છે. તેમાં બુમરાહ પહેલા પોતાની પત્ની સંજના ગણેશન સાથે ફની મોમેન્ટ્સ શેર કરી, બાદમાં બુમરાહે ભારતીય ટીમના ખેલાડીઓને એક એક કરીને મળ્યો હતો.

વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહને તેની બેક ઈંજરીને લઈને પૂછ્યું, જેના પર બુમરાહે કહ્યું કે, પીઠમાં હવે સારુ છે. તેના પર બુમરાહે પણ કોહલીના ખબર અંતર પૂછ્યા હતા. કોહલીએ કહ્યું કે, તેની બોડી ઠીક છે. બુમરાહે કોહલી સાથે દુબઈમાં હવામાન વિશે પણ ચર્ચા કરી હતી. ત્યાર બાદ બુમરાહે શમી, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, વોશિંગટન સુંદર પાસે પહોંચ્યો હતો. અ7રે બુમરાહી મજાક કરતા કહ્યું કે, તેને ટીમની વોર્મઅપ સેશન માટે તૈયાર રહેવું જોઈએ.

જસપ્રીત બુમરાહ માટે વર્ષ 2024 શાનદાર રહ્યું હતું. તેણે 13 ટેસ્ટમાં 14.92ની એવરેજથી 71 વિકેટ લીધી અને વર્ષના અંતે 30.1ની સ્ટ્રાઈક રહી હતી. આ દરમ્યાન કપિલ દેવ, અનિલ કુંબલે અને રવિચંદ્રન અશ્વિન બાદ એક ટેસ્ટ કેલેન્ડર યરમાં 70 અથવા તેનાથી વધારે વિકેટ લેનારો ચોથો ભારતીય બોલર બન્યો.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનની મેચ પર IIT બાબાએ કરેલી ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ, લોકોએ કહ્યું- આવા બાબાથી સાવધાન રહેવું

Back to top button