ટોપ ન્યૂઝનેશનલ

મહાશિવરાત્રી પર શિવાલયોમાં ‘હર હર મહાદેવ’ની ગુંજ, જુઓ વીડિયો

Text To Speech

આજે ભગવાન શિવનો પવિત્ર તહેવાર મહાશિવરાત્રી છે. ત્યારે દેશભરના વહેલી સવારથી જ હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યા શિવાલય. જેમાં દેશના તમામ શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આજના દિવસની એવી માન્યતા છે કે, એકાંત જીવનનો ત્યાગ કરીને ભગવાન શિવે વરરાજા બનીને દેવી પાર્વતી સાથે લગ્ન કર્યા હતા. એવી પણ માન્યતા છે કે આ દિવસે વિશ્વ પ્રસિદ્ધ 12 જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા.

મહાશિવરાત્રી 2023 શુભ સમય

મહાશિવરાત્રી તિથિ 18 ફેબ્રુઆરી 2023 ના રોજ રાત્રે 08:02 વાગ્યે શરૂ થઈ રહી છે અને બીજા દિવસે 19 ફેબ્રુઆરી 2023 ના રોજ સાંજે 04:18 વાગ્યે સમાપ્ત થશે.

મહાકાલના દર્શન 

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ છે જ્યાં મહાશિવરાત્રિ પર 9 દિવસ સુધી ઉત્સવ ઉજવવામાં આવે છે. ભગવાન શિવના વિવિધ સ્વરૂપોની દરરોજ પૂજા કરવામાં આવે છે. બાબા મહાકાલ વરરાજા બને છે.

આ પણ વાંચો : મહાદેવજીની પૂજામાં આ 10 વસ્તુઓ લેવાનું ન ભુલતાઃ થશે અનેક ફાયદા

કાશિ વિશ્વનાથ મહાદેવના દર્શન 

પ્રથમ જયોર્તિલિંગ એવા સોમનાથ દાદાના દર્શન 

રામેશ્વર મંદિર 

ધરમપુર ખાતે 31 લાખ રૂદ્રાક્ષથી બનાવવામાં આવેલા રુદ્રાક્ષ શિવલિંગ 

આજે ગુજરાત સહિત દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. ગુજરાતમાં મહાદેવના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનું આજે સમાપન થશે. ભવનાથમાં હર હર મહાદેવનાં નાદ સાથે શરૂ થયેલા શિવરાત્રી મેળામાં ભજન, ભકિત અને ભોજનના સમુદ્રમાં ડુબકી લગાવવા લાખો શિવભકતો ભવનાથમાં ઉમટી પડયા છે.

આ પણ વાંચો : મહાશિવરાત્રીના મેળામાં જટાધારી જોગીએ લાંબી જટા માટે આપ્યો રોચક જવાબ !

મહાશિવરાત્રીના મેળામાં દિગંબર સાધુઓની દિવ્યતાથી લાખો ભાવિકોને અનેરી અનુભૂતિ થઇ રહી છે. ભવનાથમાં આજે શિવમય માહોલ બન્યો છે. આજે મહાશિવરાત્રી મેળાનો છેલ્લો દિવસ હોવાથી હજારો ભાવિકો ઉમટી પડ્યા છે.

Back to top button