જેઠ મહિનાની વિનાયક ચતુર્થી આજથી શરૂ, કરો આ મંત્રોનો જાપ
- શુક્લ પક્ષની ચતુર્થી તિથિને વિનાયક ચતુર્થી કહેવાય છે. વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવાથી તમામ અવરોધો દૂર થાય છે
9 જૂન, અમદાવાદઃ દર મહિનાની ચતુર્થી તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. દરેક મહિનાની શુક્લ અને કૃષ્ણ પક્ષ બંને ચતુર્થી તિથિ ભગવાન ગણેશની પૂજા માટે વિશેષ છે. શુક્લ પક્ષની ચતુર્થી તિથિને વિનાયક ચતુર્થી કહેવાય છે. વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવાથી તમામ અવરોધો દૂર થાય છે. આ દિવસ બુદ્ધિ, જ્ઞાન અને સમૃદ્ધિના દેવતા ભગવાન ગણેશજીને સમર્પિત છે. વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓનો નાશ થાય છે. જૂન મહિનાની વિનાયક ચતુર્થી આજથી શરૂ થઈ રહી છે, પરંતુ તેનું વ્રત 10 જૂન, સોમવારે કરવામાં આવશે.
વિનાયક ચતુર્થી ક્યારે છે?
પંચાંગ અનુસાર જેઠ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 9 જૂન, 2024ના રોજ સાંજે 4:12 કલાકે શરૂ થશે. જ્યારે બીજા દિવસે 10 જૂન 2024ના રોજ સાંજે 4:46 વાગ્યે સમાપ્ત થશે, આવી સ્થિતિમાં, ઉદયતિથિ અનુસાર, વિનાયક ચતુર્થીનું વ્રત આ વખતે સોમવાર, 10 જૂન 2024ના રોજ રાખવામાં આવશે. આ દિવસે ચંદ્રોદયનો સમય રાતે 10.54 વાગ્યાનો રહેશે.
વિનાયક ચતુર્થી 2024ની પૂજા વિધિ
- વિનાયક ચતુર્થીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
- તમારા ઈષ્ટ દેવતાઓને યાદ કરો અને તેમને પ્રણામ કરો.
- હવે આખા ઘરને સારી રીતે સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરીને પૂજા સ્થળને શુદ્ધ કરો.
- ભગવાન ગણેશની મૂર્તિને સ્વચ્છ જગ્યાએ સ્થાપિત કરો.
- ગણપતિજીને ગંગાજળથી સ્નાન કરાવીને સિંદૂર અને ચંદનનું તિલક લગાવો.
- ત્યારબાદ ભગવાન ગણેશની મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવો.
- હવે ગણેશજીને તેમને પીળા ફૂલ અથવા પીળા ફૂલોની માળા અર્પણ કરો.
- ભગવાન ગણેશને મોદક અર્પણ કરો, તેમનું ધ્યાન કરો અને પૂજા કરો.
- ત્યારબાદ સંકષ્ટી ચતુર્થી વ્રત કથાનો પાઠ કરો અને પછી આરતી કરો.
- ત્યારબાદ પૂજામાં થયેલી ભૂલો માટે ભગવાન ગણેશ પાસે ક્ષમા પ્રાર્થના કરો.
- વ્રત દરમિયાન તામસિક વસ્તુઓનું સેવન ન કરો અને કોઈના વિશે ખરાબ વિચારો ન રાખો.
- બીજા દિવસે ભગવાન ગણેશને ચઢાવવામાં આવેલ પ્રસાદ સાથે ઉપવાસ ખોલો.
ગણેશ ચતુર્થીના વ્રતનું મહત્વ
વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા અને ઉપવાસ કરવાનું ખૂબ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે અને ભક્તોને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આ વ્રત કરવાથી જીવનમાં સફળતા મળે છે.
આ છે ભગવાન ગણેશના પૂજન મંત્રો
1. गजाननाय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात्।।
श्री वक्रतुण्ड महाकाय सूर्य कोटी समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्व-कार्येशु सर्वदा॥
2. महाकर्णाय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात्।।
गजाननाय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात्।।
3. ॐ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरु गणेश।
ग्लौम गणपति, ऋद्धि पति, सिद्धि पति. करो दूर क्लेश ।।
આ પણ વાંચોઃ સૂર્ય યંત્ર ઘરમાં રાખવાથી સોનાની જેમ ચમકશે ભાગ્ય, જાણો અન્ય ફાયદા