શનિ જયંતિના દિવસે કરો આ મંત્રોનો જાપઃ તમામ કષ્ટમાંથી મળશે મુક્તિ
- શનિ જયંતિના દિવસે વિધિવત પૂજા અર્ચના કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે
- શનિ દેવ પ્રસન્ન થાય તો કુંડળીમાં રહેલા તમામ દુષ્પરિણામો પણ દુર કરે છે
- શનિજયંતિ કે શનિવારના રોજ કેટલાક મંત્રોના જાપ કરવાથી શનિદેવની કૃપા વરસે છે
19 મે, 2023ના રોજ વૈશાખ અમાસના દિવસે શનિજયંતિનું પર્વ મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે શનિજયંતિ અથવા શનિવારના દિવસે વિધિવત પૂજા અર્ચના કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પુર્ણ કરે છે. સાથે સાથે કુંડળીમાં રહેલા તમામ દુષ્પરિણામો પણ દુર કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિ જયંતિ અથવા શનિવાર માટે કેટલાક ચમત્કારિક મંત્રો અંગે જણાવાયુ છે. તેના જપ કરવાથી શનિની સાડા સાતી, ઢૈયા અને મહાદશા જેવા અશુભ પ્રભાવોમાં કમી આવે છે. સાથે સાથે પરાક્રમ, વૈભવ, સફળતા, સુખ-શાંતિ અને અપાર ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. શનિ જયંતિ કે શનિવારના રોજ આ મંત્રોનો જાપ કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે.
શનિ સ્ત્રોપના જાપ
कोणस्थः पिंगलोबभ्रुः कृष्णो रौद्रोन्तको यमः।
सौरिः शनैश्चरो मन्दः पिप्पलादेन संस्तुतः।।
एतानि दशनामानि प्रातरुत्थाय यः पठेत्।
शनैश्चर कृता पीड़ा न कदाचिद्भविष्यति।।
શનિ જયંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છતા પુર્વક શનિ મંદિરમાં બેસીને સાચા મનથી 108 વખત શનિ સ્ત્રોતનો જાપ કરો. આ મંત્રના જપથી શનિદેવનો આશીર્વાદ તમારી ઉપર રહેશે.
શનિ મંત્ર
ॐ शं शनैश्चराय नम:
ॐ प्रां. प्रीं. प्रौ. स: शनैश्चराय नम:
ॐ नीलांजन समाभासम्। रविपुत्रम यमाग्रजम्।
छाया मार्तण्डसंभूतम। तम् नमामि शनैश्चरम्।।
શનિ જયંતિના દિવસે શનિદેવની પૂજામાં આ ત્રણ મંત્રોનો જાપ કરો અને આખો દિવસ મનમાં પણ આ મંત્રોનો જાપ કરતા રહો. આમ કરવાથી શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે અને સાથે સાથે અશુભ પ્રભાવો ઘટશે.
શનિ જયંતિ મંત્ર
ॐ भूर्भुव: स्व: शन्नोदेवीरभिये विद्महे नीलांजनाय धीमहि तन्नो शनि: प्रचोदयात्
શનિદેવની પૂજામાં આ મંત્રનો જપ કરવાથી તમામ પાપ નષ્ટ થાય છે અને પારિવારિક કલેશ પણ ખતમ થાય છે. શનિ જયંતિના દિવસે તમે આ મંત્રનો જાપ સવાર સાંજે 100 વખત કરી શકો છો. અડદ દાળ, કાળી કામળી કે કાળા કપડાનું દાન કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થશે.
આ પણ વાંચોઃ ઘરમાં રહેલી આ વસ્તુ લગાવો, આંખ નીચેની કરચલીઓ થઈ જશે ગાયબ