ટ્રેન્ડિંગધર્મ

શ્રાવણમાં કરો આ શિવ મંત્રોનો જાપ, દરેક કાર્યમાં મળશે સફળતા

  • તમે પણ ભગવાન શિવના પ્રિય એવા શ્રાવણ મહિનામાં શિવ મંત્રોનો જાપ કરો છો તો અનેક પ્રકારનો લાભ મેળવી શકો છો. શિવ મંત્રોનો જાપ કરવાથી તમને માનસિક શાંતિ મળે છે

HD ન્યુઝ ડેસ્કઃ ભગવાન શિવને દેવોના દેવ કહેવાય છે. તેમની કૃપા વગર તો આ સૃષ્ટિમાં એકેય પાંદડુ પણ હલતું નથી. જે વ્યક્તિને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થાય છે. 5 ઓગસ્ટથી બારેમહિનામાં સૌથી પવિત્ર ગણાતા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શિવભક્તિ કરીને ભક્તજનો શિવજીની કૃપા મેળવવા માટે તલપાપડ બન્યા છે. વહેલી સવારથી જ શિવાલયો હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠે છે. જો તમે પણ ભગવાન શિવના પ્રિય એવા શ્રાવણ મહિનામાં શિવ મંત્રોનો જાપ કરો છો તો અનેક પ્રકારનો લાભ મેળવી શકો છો. શિવ મંત્રોનો જાપ કરવાથી તમને માનસિક શાંતિ મળે છે. તમારી તમામ મનોકામનાઓ ભોલેનાથ પૂર્ણ કરે છે. જાણો ભગવાન શિવને પ્રિય એવા મંત્રો વિશે.

ભગવાન શિવનો ગાયત્રી મંત્ર

  • ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्॥

આ મંત્ર દ્વારા આપણે ભગવાન શિવનું ધ્યાન કરવાની ઈચ્છા વ્યક્ત કરીએ છીએ અને તેમની પાસે બુદ્ધિ અને મનને પ્રકાશિત કરવાનું વરદાન માંગીએ છીએ. આ મંત્ર તમારી બૌદ્ધિક ક્ષમતાને વધારે છે. સાથે માનસિક રીતે તમને સશક્ત પણ કરે છે.

શ્રાવણમાં શિવજીના આ સાત મંત્રોનો કરો જાપ, દરેક કાર્યમાં મળશે સફળતા  hum dekhenge news

મહામૃત્યુંજય મંત્ર

  • ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥

ભગવાન શિવનો આ ચમત્કારી મંત્ર તમને મોહમાયાના બંધનોમાંથી મુક્ત કરે છે. તમને મૃત્યુનો ભય લાગતો નથી. સત્યનું તમને જ્ઞાન થાય છે. આ મંત્રનો જપ કરવાથી તમારી અનેક પીડાઓ દૂર થાય છે.

ભગવાન શિવનો ધ્યાન મંત્ર

करचरण कृतं वाक्कायजं कर्मजं वा ।

श्रवणनयनजं वा मानसं वापराधं ।

विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व ।

जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो॥

ભગવાન શિવના આ ધ્યાન મંત્રથી તમને જીવનમાં સફળતા મળે છે. જો તમે ડિપ્રેશન, નિષ્ફળતા, તણાવ કે નકારાત્મકતાથી ઘેરાયેલા છો તો આ મંત્રનો જાપ કરવાથી તમારી પરેશાની દૂર થશે.

ભગવાન શિવનો રુદ્ર મંત્ર

  • ॐ नमो भगवते रुद्राये।।

આ મંત્ર દ્વારા તમે ભગવાન શિવને નમન કરી શકો છો. આ મંત્ર તમને પારિવારિક સુખ અને સંપન્નતા આપનારો માનવામાં આવે છે.

શિવજીનો પંચાક્ષરી મંત્ર

  • नम: शिवाय

તમે શિવજીની કૃપા તેમના આ પંચાક્ષરી મંત્રનો જાપ કરીને પણ પ્રાપ્ત કરી શકો છો. આ મંત્રનો નિરંતર જાપ કરવાથઈ મન અને વાણીની શુદ્ધતા પણ તમને પ્રાપ્ત થાય છે.

ભગવાન શિવના ચમત્કારી મંત્રો

  • ॐ हौं जूं सः ।।
  • श्री महेश्वराय नम:।।
  • श्री सांबसदाशिवाय नम:।।
  • श्री रुद्राय नम:।।
  • ॐ नमो नीलकण्ठाय नम:।।

આ તમામ મંત્રો પણ શિવજીને પ્રસન્ન કરી શકે છે. આ સરળ મંત્રોનો જાપ કરવાથી મહાદેવજી તમારા પર કૃપા વરસાવે છે શિવ મંત્રોના જપ માટે તમે કોઈ એકાંત સ્થાનની પસંદગી કરી શકો છો. કમસે કમ 108 વખત આ મંત્રના જાપ કરવા જોઈએ.

આ પણ વાંચોઃ અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોએ દર્શન કરવા AMTSની સામાન્ય ચાર્જ સાથે સેવા શરૂ

Back to top button