ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

ધિણોજ પાસે રોડ પર 10 ફૂટનો ખાડો પડતા ચાણસ્મા-મહેસાણા હાઈવે બંધ કરાયો

Text To Speech

મહેસાણા, 27 ઓગસ્ટ 2024, ગુજરાતમાં વરસાદે ચારેતરફ તારાજી સર્જી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તેમજ આગામી સમયમાં વરસાદનું જોર વધે એવી સંભાવના છે. જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર સજજ બન્યું છે. કોઈપણ પરિસ્થિત ને પહોંચી વળવા માટે ટીમ બનાસ ખડેપગે તૈનાત છે. ધિણોજ પાસે 10 ફૂટનો ખાડો પડી જતા ચાણસ્મા-મહેસાણા હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા નાગરિકોને અપીલ
જિલ્લામાં ભારે વરસાદી આફતની સંભાવના વચ્ચે જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા જિલ્લાના સૌ નાગરિકોને સાવચેત અને તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાવાસીઓને કલેકટર મિહિર પટેલે નદી નાળા, કોઝ વે અને નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળવા અને બિનજરૂરી હરવા ફરવા ન જવા નાગરિકોને વિનંતી કરી છે. જિલ્લામાં હાલ વરસાદની સ્થિતિ સામાન્ય છે છતાં પણ લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. વધુ વરસાદની સ્થિતિમાં ઊંચાણવાળા સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં જિલ્લા કલેકટર કચેરી કંટ્રોલ રૂમ અને તમામ મામલતદાર કચેરી ખાતેના કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરી હતી.

આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લા કલેકટરે વધુ વરસાદની આગાહી વચ્ચે લોકોને સાવચેત રહેવા અપીલ કરી

Back to top button