ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતમાં ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ નિયમોમાં ફેરફાર: જાણો પૂરી વિગત

  • રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની વિભીષિકા બાદ ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય 

ગાંધીનગર, 6 સપ્ટેમ્બર: રાજકોટ ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડની વિભીષિકા બાદ ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંઘકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઇ કરવી ખૂબ મહત્ત્વની હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બાબતના નિયમો બનાવવાનો નિર્ણય જાહેર હિતમાં લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાને લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનીંગ રેગ્યુલેશનની કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન CGDCRમાં જોગવાઈઓ કરવામાં આવી છે.

ગેમિંગ એક્ટિવિટીના વધી રહેલા ચલણના સંદર્ભમાં પ્લાનિંગ નિયમોમાં ફેરફાર

રાજ્ય સરકારે આનંદપ્રમોદ અને ઉજાણી માટેના સ્થળ તરીકે ગેમિંગ એક્ટિવિટીના વધી રહેલા ચલણના સંદર્ભમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપીંગ મોલ તેમજ શોપીંગ કોમ્પ્લેક્ષ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમિંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યાં છે. મુખ્યમંત્રીએ આવા ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિત ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનીંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ CGDCRમાં કરવાના જનહિતલક્ષી નિર્ણય કર્યા છે.

ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ-અલગ પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CGDCRમાં આ અંગેની જે જોગવાઈઓ કરી છે તેમાં ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOCની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે. એટલું જ નહિ, સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરીયાની જોગવાઇઓ ૫ણ કરવામાં આવી છે. ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC તથા અન્ય તમામ લાયસન્સ, સર્ટિફિકેટ, NOC, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે એવુ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, અગાઉ મેળવેલા વિકાસ ૫રવાનગી/ બી.યુ. ૫રવાનગીવાળા બાંઘકામોમાં ઉ૫યોગ શરૂ કરતાં ૫હેલાં નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ્ડ ૫રવાનગી મેળવી લેવાની રહેશે. ૫રવાનગી વિના વ૫રાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડ લેવાની જોગવાઇ પણ CGDCRના નવા રેગ્યુલેશન્સમાં કરવાના દિશાનિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા છે.

આ પણ જૂઓ: ગુજરાત: તરણેતરમાં તા.6થી શરૂ થનારા મેળા સંદર્ભે તંત્ર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ

Back to top button