અમદાવાદગુજરાત

કોંગ્રેસના સંગઠનમાં ફેરફારો થશે? પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ચર્ચાઓ થઈ

Text To Speech

અમદાવાદ, 16 ઓગસ્ટ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વાર આજે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં. છેલ્લી બે ટર્મથી લોકસભામાં 26 બેઠકો જીતનાર ભાજપને આ વખતે હેટ્રિક કરતાં રોક્યો છે અને પાંચ લાખની લીડનો ટાર્ગેટ ગણી ગાંઠી બેઠકો પર પૂરો થવા દીધો છે. જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે. હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચાઓ કરવામાં આવી
અમદાવાદ આવેલા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં આજે કોંગ્રેસ ભવન ખાતે પોલિટીકલ અફેર્સ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી. તે ઉપરાંત ભાજપના ભ્રષ્ટાચાર અને જનઆંદોલનના કાર્યક્રમો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. હાલમા ચાલી રહેલી ન્યાય યાત્રાના સમાપન અંગે પણ કમિટીની બેઠકમાં ચર્ચાઓ થઈ હતી. તે ઉપરાંત રાજ્યમાં પક્ષના સંગઠનમાં કેવા ફેરફારો કરવા તે અંગેની મહત્વની ચર્ચાઓ પણ થઈ હતી.

ભાજપ દુષ્કર્મીઓને માળાઓ પહેરાવી સ્વાગત કરે છેઃ મુકુલ વાસનિક
હિડનબર્ગના રિપોર્ટ પર મુકુલ વાસનિકે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અદાણી પર જે આરોપ છે તેને લઈને લોકો વચ્ચે જવામાં આવશે. તાજેતરમાં કોલકાતામાં તબીબ પર થયેલા રેપ અને હત્યા પ્રકરણ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, આ ઘટનાનો અમે પણ વિરોધ કરીએ છીએ. જલ્દીમાં જલ્દી આરોપીઓને સજા મળે તેવી માંગ પણ કરવામાં આવી છે. ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, યુપી, રાજસ્થાન, હરિયાણામાં આવી ઘટના બને તો ભાજપ વિરોધ કરતી જોવા મળતી નથી. ભાજપ શાસિત રાજ્યમાં બળાત્કારીઓને છોડાવવા માટે હસ્તક્ષેપ કરવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં બળાત્કારીઓને માળા પહેરાવીને ભાજપ સરકાર આવકારે છે.

આ પણ વાંચોઃચોટીલાની તિરંગા યાત્રામાં સાવરકરની ટી-શર્ટનો વિવાદ, કોંગ્રેસના નેતાઓ સામે ગુનો નોંધાયો

Back to top button