ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

વર્લ્ડકપ-2023નો બદલાયો કાર્યક્રમ; ભારત-પાકિસ્તાનની મેચ સહિત 9 મેચોની તારીખમાં ફેરફાર

Text To Speech

ICC Cricket World Cup 2023 જેનુ આયોજન ભારતમાં થવાનુ છે. આ વર્લ્ડ કપના આયોજનના લઈને હવે 9 મેચમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આ સાથે ભારત અને પાકિસ્તાન મેચમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે આ વર્લ્ડ કપ

વર્લ્ડ કપ 2023 ને લઈને ચાહકો ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ત્યારે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપએ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે.

ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબર ના બદલે 14 ઓક્ટોબરે રમાશે

વનડે વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. અગાઉ આ મેચ 15 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી પણ હવે તે મેચના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

World Cup -humdekhengenews

આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 2 વાગ્યે શરૂ થશે. વિશ્વ કપની તમામ ડે-નાઇટ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. જ્યારે તમામ ડે-મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે.

ભારત અને પાકિસ્તાન મેચ સિવાય બીજી 8 મેચમાં કરાયો ફેરફાર

ICC Cricket World Cup 2023ને હવે જયારે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે આ વર્લ્ડ કપને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ભારત અને પાકિસ્તાન સિવાય પણ બીજી 8 મેચમાં ફેરફાર કરવામાં આવ્યો છે

1 ) ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની દિલ્હીમાં આયોજિત મેચ હવે 14 ઓક્ટોબરની જગ્યાએ 15 ઓક્ટોબરના રોજ રમાશે.
2 ) પાકિસ્તાનની શ્રીલંકા સામેની લખનૌમાં આયોજિત મેચ 12 ઓક્ટોબરના સ્થાને 10 ઓક્ટોબરના રોજ રમાશે.
3 ) ઓસ્ટ્રેલિયાની દક્ષિણ આફ્રિકા સામેની મેચ 12 ઓક્ટોબરના રોજ રમાશે, જે અગાઉ 13 ઓક્ટોબરના રોજ રમાવાની હતી.
4 ) ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ જે અગાઉ 14 ઓક્ટોબરના રોજ રમાવાની હતી તે હવે 13 ઓક્ટોબરે રમાશે.
5 ) ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે હવે ડે-મેચ તરીકે રમાશે.
6 ) ઓસ્ટ્રેલિયા-બાંગ્લાદેશ વચ્ચેની મેચ અને ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 12 નવેમ્બરની જગ્યાએ 11 નવેમ્બરના રોજ રમાશે.
7 ) ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચ હવે 11 નવેમ્બરની જગ્યાએ 12 નવેમ્બરના રોજ બેંગ્લુરૂમાં રમાશે. આ મેચ ડે-નાઇટ મેચ હશે.
8 ) ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન મેચ હવે 11 નવેમ્બરએ રમાશે.

આ પણ વાંચો : ODI વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટમાં મોટો ફેરફાર, ઈન્ઝમામ-ઉલ-હક નવા મુખ્ય પસંદગીકાર બન્યા

Back to top button