આ આદતો બદલો, દવા વગર જ કાબૂમાં આવશે બીપી, હાર્ટ પણ રહેશે હેલ્ધી
- બદલાયેલી લાઈફસ્ટાઈલના કારણે હવે આ સમસ્યા કોમન ગઈ છે. બ્લડ પ્રેશરમાં વારંવાર થતા વધારાને રોકવા માટે લોકો ઘણીવાર દવાઓનો સહારો લેતા હોય છે. લાઈફસ્ટાઈલની કેટલીક આદતો બદલીને હાઈ બીપીને નિયંત્રિત કરી શકાય છે.
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી છે. બદલાયેલી લાઈફસ્ટાઈલના કારણે હવે આ સમસ્યા કોમન ગઈ છે. બ્લડ પ્રેશરમાં વારંવાર થતા વધારાને રોકવા માટે લોકો ઘણીવાર દવાઓનો સહારો લેતા હોય છે. લાઈફસ્ટાઈલની કેટલીક આદતો બદલીને હાઈ બીપીને નિયંત્રિત કરી શકાય છે. હાઈ બ્લડ પ્રેશરને કારણે હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. હાઈ બીપી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બની શકે છે.
હૃદયને સ્વસ્થ રાખવા માટે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ના રિપોર્ટ અનુસાર, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે હાઈ બીપીને નિયંત્રણમાં રાખવા માટે લાઈફસ્ટાઈલની આદતોમાં કયા ફેરફાર જરૂરી છે.
5 આદતો બદલવાથી બીપી થશે કંટ્રોલ
જંક ફૂડ ખાવાનું બંધ કરો
જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ બ્લડ પ્રેશર વધારી શકે છે. તેમાં સારી એવી માત્રામાં મીઠું અને ફેટ હોય છે, જે બીપી વધારવાનું કામ કરે છે. તેના બદલે, ફક્ત ઘરે બનાવેલ હેલ્ધી ફૂડ જ ખાઓ. તમારા આહારમાં લીલા શાકભાજી, આખા અનાજ, ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનો વગેરેનો સમાવેશ કરો.
એક્સર્સાઈઝ
જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો બીપીને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. દરરોજ એક્સર્સાઈઝ કરવાથી બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. એક્સર્સાઈઝથી ઑવરઓલ હેલ્થને પણ ફાયદો થાય છે અને ક્રોનિક રોગોનું જોખમ ઓછું થાય છે.
ટેન્શન ફ્રી રહો
બીપીને વધારનાર મુખ્ય પરિબળ ટેન્શન છે. વધારે વજન પણ બીપી વધવાનું કારણ બને છે. શરીરમાં ફેટ વધારતી વસ્તુઓથી દૂર રહો. જરુરી કાળજી રાખો. આ સાથે રૂટિનમાં યોગ, પ્રાણાયમ, મેડિટેશનનો સમાવેશ કરો, તેનાથી તણાવ ઘટશે અને બીપી કાબૂમાં રહેશે.
સિગારેટ, દારૂથી દૂર રહો
ફેશન સિમ્બોલ બનેલા સ્મોકિંગ અને ડ્રિંકિંગથી દૂર રહો. તે આરોગ્ય માટે ખૂબ હાનિકારક છે. તે અનેક ગંભીર બીમારીઓની ભેટ આપે છે. દારૂ અને સિગારેટ બીપી વધારવાનું કામ કરે છે.
પૂરતી ઊંઘ લો
જો તમે મોડી રાત સુધી જાગો છો અને સવારે મોડા ઉઠો છો તો તે તમારું બીપી વધવાનું કારણ બની શકે છે. પૂરતી ઊંઘ સારા આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. હંમેશા પૂરતી ઊંઘ લો. અપૂરતી ઊંઘ તમારું બીપી વધારશે.
આ પણ વાંચોઃ સિદ્ધાર્થ મલ્હોત્રાએ વેલેન્ટાઈન વીકમાં પત્ની કિયારા સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી