ઘુંટણમાં સહેજ પણ દુખાવો થવા લાગે તો તાત્કાલિક બદલો ડાયેટ
- કોઇ બિમારીની શરૂઆત થવા લાગે ત્યારે તરત ડાયેટ બદલો
- એક્સર્સાઇઝ પણ કરતા રહો. બેઠાળુ જીવનથી અનેક સમસ્યા થશે.
- દરેક વ્યક્તિએ રોજ અખરોટ ખાવી જોઇએ.
હેલ્ધી ડાયેટમાં ખુબ પાવર હોય છે. જ્યારે તમને કોઇ બિમારી પરેશાન કરે છે તો સૌથી પહેલા તમારા ડાયેટમાં ચેન્જ કરીને જુઓ. તમારી હેલ્થમાં પણ સુધારો થવા લાગશે. ઘુંટણના દુઃખાવા માટે લોકો ઘણી વખત દવાઓના ભરોસે રહેતા હોય છે. તો કેટલાક લોકો એક્સર્સાઇઝ પણ કરે છે. જો તમને એક્સર્સાઇઝથી પણ આરામ મળી રહ્યો નથી તો તમારુ ડાયેટ બદલો.
ઘુંટણના દુઃખાવાથી રાહત મેળવવા માટે વજન કન્ટ્રોલ કરવુ પણ જરૂરી છે. સાથે સાથે કાર્ટિલેજની માત્રાને વધારવી અને સોજાને ઘટાડવો જરૂરી છે. આવા સમયે ખાણી પીણી બદલતા ઘુંટણના દુઃખાવામાં રાહત મળી શકે છે.
જૈતુનનુ તેલ(ઓલિવ ઓઇલ) ખાવ
કોઇ પણ પ્રકારની ફેટ જેમ કે ઘી, બટર, તેલને ખાવામાં ઉપયોગમાં લેવાના બદલે જૈતુનના તેલનો ઉપયોગ કરવો જોઇએ. રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે ઓલિવ ઓઇલમાં રહેલુ કમ્પાઉન્ડ ઓલિયોકેંથાલ શરીરના સોજાને ઘટાડવાનું કામ કરે છે. વળી આ તેલથી કેલરી પણ વધતી નથી.
ઓમેગા 3 ફેટી એસિડ
સવારે ઉઠતી વખતે ઘુંટણ સૌથી વધુ જકડાઇ જતા હોય છે અને દુઃખાવો રહે છે. ઓમેગા 3 ફેટી એસિડને ડાયેટમાં સામેલ કરો. તે શરીરના સોજાને ઘટાડે છે. જો તમે નોનવેજિટેરિયન હો તો અઠવાડિયામાં એક વાર ફિશ ખાઇ શકો છો. વેજિટેરિયન હો તો રોજ અખરોટનું સેવન કરો. તે શરીરમાં ઓમેગા 3 ફેટી એસિડની કમી નહીં થવા દે.
વિટામીન સી છે જરૂરી
સાંધાની સારી હેલ્થ માટે વિટામીન સી જરૂરી છે. વિટામીન સી કોલેજન બનાવે છે અને ટિશ્યુને જોડે છે. ઘણા બધા ટેસ્ટી ફુડમાં વિટામીન સી સારી એવી માત્રામાં હોય છે, જેને જરૂર ખાવ.
વધુ પડતો પાકેલો ખોરાક ન ખાવ.
જો તમે ઘુંટણના દુઃખાવાથી પરેશાન રહેતા હો તો વધુ હાઇટેમ્પરેચર પર પાકેલુ ખાવાનું ન ખાવ. તેનાથી શરીરમાં સોજો આવે છે. ખાસ કરીને મીટને હાઇ ટેમ્પરેચર પર પકાવવામાં આવે છે, તેથી તેનાથી દુર રહો.
ખૂબ જ શાકભાજી અને ફળ ખાવ
ઘણા બધા ફળ અને શાકભાજી આરોગ્ય માટે ફાયદાકારક હોય છે, તેને તમે સરળતાથી ખાઇ શકો છો. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ સેલ્સને ડેમેજ થતા બચાવે છે.
કમરની સાઇઝ ધટાડો
જો ઘુંટણનો દુખાવો નાની ઉંમરમાં પરેશાન કરી રહ્યો હોય તો સૌથી પહેલા કમરની સાઇઝ ઘટાડો. જેટલી વધુ કમરની સાઇઝ હશે તેટલો ઘુંટણનો દુઃખાવો પણ વધુ રહેશે. આ કારણે જોઇન્ટ્સ પેઇન પણ થવા લાગશે.
આ પણ વાંચોઃ Dont Fight: કપલ્સ વચ્ચે થતા ઝધડાનાં આ રહ્યા સોલ્યુશન્સ