ટોપ ન્યૂઝનેશનલ

એક સાથે 13 રાજ્યોમાં રાજ્યપાલની ફેરબદલ, મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા રમેશ બૈસે

Text To Speech

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીનું રાજીનામું સ્વીકારી લીધું છે. અને રાષ્ટ્રપતિએ ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરિકે નિયુક્ત કર્યા છે.

ભગત સિંહ કોશ્યરીનું રાજીનામું સ્વીકારી લેવાયું

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. હવે ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસ મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનશે. સાથે જ સીપી રાધાકૃષ્ણનને ઝારખંડના નવા રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવશે.

મહાષ્ટ્રના રાજ્યપાલ-HUMDEKHENGENEWSW

રમેશ બૈસને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બન્યા

રમેશ બૈસને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે ભગતસિંહ કોશિયારીનું રાજીનામું સ્વીકારી લીધું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ તેમજ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર (લદ્દાખ એલજી) રાધા કૃષ્ણન માથુરના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સાથે ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે.

દ્રોપદી મુર્મુ-HUMDEKHENGENEWSW

13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોટા ફેરફારો

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીનું રાજીનામું દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વીકારી લીધું છે. કોશ્યારીની સાથે લદ્દાખના ઉપરાજ્યપાલ રાધા કૃષ્ણન માથુરનું રાજીનામું પણ સ્વીકારી લેવામાં આવ્યું છે. આ સિવાય રાષ્ટ્રપતિએ 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોટા ફેરફારો કર્યા છે. જેમા ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બીડી મિશ્રાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર , પૂર્વ નાણા રાજ્ય મંત્રી શિવ પ્રતાપ શુક્લા, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ , રાજસ્થાનના મજબૂત નેતા ગુલાબચંદ કટારિયા આસામના રાજ્યપાલ, ભૂતપૂર્વ ન્યાયાધીશ એસ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ , બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણને મેઘાલયના રાજ્યપાલ અને હિમાચલના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : આજે મુંબઈમાં સિદ્ધાર્થ-કિયારાનું ગ્રાન્ડ રિસેપ્શન, મુંબઈ નગરી પહોંચ્યું કપલ

Back to top button