ગુજરાત

તલાટીની પરીક્ષાના માત્ર બે દિવસ પહેલા કેન્દ્રને લઈને કરાયો ફેરફાર, ઉમેદવારો ખાસ વાંચો

Text To Speech

તલાટીની એક્ઝામને માત્ર એક દિવસ જ બાકી છે. ત્યારે આ પહેલા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા 3 જિલ્લાના કેન્દ્રના નામમાં ફેરફાર કરવામા આવ્યો છે. વડોદરા, સુરત અને પાટણના પરીક્ષા કેન્દ્રોના નામમાં ફેરફાર કરવામા આવ્યોછે.

3 જિલ્લાના કેન્દ્રના નામમાં ફેરફાર

તલાટીની પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા 3 જિલ્લાના કેન્દ્રના નામમાં ફેરફાર કરાયો છે.આ અંગે પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને માહીતી આપી છે. જેમાં જણાવ્યા પ્રમાણે વડોદરા, સુરત અને પાટણમાં પરીક્ષા કેન્દ્રોના નામમાં ફેરફાર કરવામા આવ્યો છે.

જાણો શું ફેરફાર કરાયા

સુરત શહેરના એક પરીક્ષા કેન્દ્રના શાળાના નામમાં જ ફેરફાર છે સરનામામાં ફેરફાર નથી. જ્યારે પાટણ જિલ્લામાં એક પરીક્ષા કેન્દ્ર ના સ્થળમાં ફેરફાર કરવામા આવ્યો છે. અને વડોદરાના એક પરીક્ષા કેન્દ્રના સ્થળમાં ફેરફાર કરવામા આવ્યો છે.

પરિવહન માટે કરાઈ આ ખાસ વ્યવસ્થા

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં આગામી તારીખ 7 મે 2023 નાં રોજ તલાટી-કમ મંત્રીની પરીક્ષા યોજનાર છે. જેમાં 8 લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. ત્યારે આ માટે તંત્ર દ્વારા ઉમેદવારો માટે પરિવહનની પણ ખાસ વ્યવસ્થા કરવામા આવી છે. તેમજ રાજ્યમાં તંત્ર દ્વારા વધારાની બસોની ફાળવણી પણ કરી દેવામા આવી છે. તેમજ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામા અટવાય નહી તે માટે GSRTC દ્વારા ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં કોલ કરીને ઉમેદવારો પોતાની બસની જરૂરિયાત જણાવી શકશે.

 આ પણ વાંચો : બદ્રીનાથ યાત્રામાં વિઘ્ન, બદ્રીનાથ માર્ગ પર ભૂસ્ખલનથી તૂટી પડ્યો પહાડનો મોટો હિસ્સો, યાત્રાળુઓ અટવાયા

Back to top button