નેશનલ

વાતાવરણમાં પલટો દિલ્હી NCRમાં વરસાદના હળવા ઝાપટા, જાણો ઉત્તર ભારતને લઈને IMDનું એલર્ટ

Text To Speech

હોળીના ગુજરાત સહિત ઉત્તર ભારતમાં હવામાન બદલાયું છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં ઘણી જગ્યે પવન સાથે વરસાદ થયો હતું તો ક્યાંક કરા પણ પડ્યા હતા. બુધવારે (8 માર્ચ) સાંજે હવામાન બદલાયું હતું અને દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. બપોરથી જ આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયા હતા અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો. ગુરુવારે સવારે પણ વાતાવરણમાં ઠંડક રહેશે.

હવામાન વિભાગે આગામી બે દિવસમાં (9-10 માર્ચ) પૂર્વીય ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વાવાઝોડુ અને વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો : ગુજરાત: માવઠું થતા ખેડૂતોની મુશ્કેલી વધી, તાત્કાલિક સર્વે કરી સહાયની માંગ – અમિત ચાવડા

લખનઉમાં પણ વરસાદ

ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ હોળીની સાંજે હળવા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક થઇ હતી. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ઉત્તરપ્રદેશમાં આવી જ સ્થિતિ રહેવાની આગાહી કરી છે. પૂર્વીય ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. ઝરમર વરસાદ અને ઠંડા પવનોને કારણે ગુરુવારે સવારે લોકોએ હળવી ઠંડીનો અનુભવ કર્યો હતો. આગ્રામાં કરા પડ્યા છે.

આ પણ વાંચો : રાજ્યમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં પડશે વરસાદ

મધ્યપ્રદેશનું હવામાન

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હળવો વરસાદ થયો હતો. ગુરુવારે મધ્યપ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. ભોપાલમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે રાજ્યના 11 જિલ્લામાં વરસાદની સંભાવના છે.

રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે

રાજસ્થાનમાં પણ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયું વાતાવરણ હતું અને ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરી છે કે 9 માર્ચથી રાજસ્થાનનું હવામાન પહેલા જેવું થઈ જશે.

નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 13-14 માર્ચ દરમિયાન રાજસ્થાન પહોંચવાની આગાહી કરવામાં આવી છે. આ વિક્ષેપ સક્રિય થયા બાદ ફરી એકવાર વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડવાની સંભાવના છે.

Back to top button