જુનિયર ક્લાર્ક લેખિત પરીક્ષાની તરીખમાં કરાયો ફેરફાર, હવે આ તારીખે લેવાશે


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જૂનિયર ક્લાર્કની લેખિત પરિક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે અગાઉ ચૂંટણી પહેલા જ જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની પરીક્ષાની તારીખો પણ જાહેર કરવામાં આવી હતી. જેમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા 8 જાન્યુઆરીના રોજ યોજાવાની હતી જેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખમાં ફેરફાર
જૂનિયર ક્લાર્ક વર્ગ-3ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષા પહેલા 8 જાન્યુઆરીના 2023ના રોજ યોજાનાર હતી પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનું નક્કી કરાયું છે. જે મુજબ જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક સંવર્ગની લેખિત પરિક્ષા 29 જાન્યુઆરી 2023ના 11 વાગે યોજાશે.

આ પણ વાંચો: વાયરલ ન્યૂઝ: અમદાવાદ-વડોદરામાં કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 સામે આવ્યો, જાણો સત્ય
તલાટી કમ-મંત્રીની પરીક્ષાની તારીખ પણ બદલાઈ
જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ-મંત્રી) વર્ગ-3 સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખ પણ બદલવામાં આવી છે. જોકે આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઇ નથી. આ પરીક્ષાની નવી તારીખ મંડળ દ્વારા આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.