ગુજરાત

1 ફેબ્રુઆરી 2024 થી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનસ સ્ટેશનમાં ફેરફાર

Text To Speech
  • વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in જુઓ
  • આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન અમદાવાદને બદલે સાબરમતીથી થશે
  • 01 ફેબ્રુઆરી 2024 થી સાબરમતી સ્ટેશન પર આગમન 05:55 કલાકે થશે

1 ફેબ્રુઆરી 2024થી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનસ સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવે છે. જેમાં અમદાવાદ-દિલ્લી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન અમદાવાદને બદલે સાબરમતીથી થશે. રેલવે પ્રશાસન દ્વારા 01 ફેબ્રુઆરી 2024 થી ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ-દિલ્લી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન (આગમન-પ્રસ્થાન) અમદાવાદ સ્ટેશનની જગ્યાએ સાબરમતી (ધર્મનગર તરફ) થી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 8 ડિગ્રી સાથે આ શહેર સૌથી ઠંડુ રહ્યું

01 ફેબ્રુઆરી 2024 થી સાબરમતી સ્ટેશન પર આગમન 05:55 કલાકે થશે

ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્લી આશ્રમ એક્સપ્રેસ 01 ફેબ્રુઆરી 2024 અમદાવાદ સ્ટેશનની જગ્યાએ સાબરમતીથી 19:40 કલાકે પ્રસ્થાન કરશે. આ રીતે ટ્રેન નંબર 12916 દિલ્લી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસનું 01 ફેબ્રુઆરી 2024 થી સાબરમતી સ્ટેશન પર આગમન 05:55 કલાકે થશે અને ટ્રેન સાબરમતી સ્ટેશન પર જ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને ટ્રેન અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.

વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in જુઓ

યાત્રીઓને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના રોકાણ, સંરચના, માર્ગ અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Back to top button