આજે આમ આદમી પાર્ટીના ગુજરાત નેતૃત્વમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ગોપાલ ઇટાલિયાને સ્થાને ઇસુદાન ગઢવીને AAPના પ્રદેશ અધ્યક્ષ બનાવાયા તો ગોપાલ ઇટાલિયાને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. સાથે જ અન્ય નેતાઓને પાર્ટીની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
જાણો કોને કઈ જવાબદારી સોંપાઈ
ઇસુદાન ગઢવીને AAPના પ્રદેશ અધ્યક્ષ, તો ગોપાલ ઇટાલિયાને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અલ્પેશ કથિરિયાને સુરત ઝોનના કાર્યકારી પ્રમુખ તરિકે નિમણુક કરવામાં આવી છે તો રમેશ પટેલને ઉતર ગુજરાના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. ચૈતર વસાવાને દક્ષિણ ગુજરાતના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી પ્રમુખ તરીકે 2022 વિધાનસભાની ચૂટણીમાં વિવાદમાં રહેલા જગમલ વાળાને કાર્યકારી પ્રમુક બનાવવામાં આવ્યા છે. તો જેવલ વસરાને મધ્ય ગુજરાતના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે અને કૈલાશ ગઢવીને કચ્છના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
સૌ નવનિયુક્ત પદાધિકારીઓ ખૂબ ખૂબ અભિનંદન. pic.twitter.com/ypDxC0bEEZ
— AAP Gujarat (@AAPGujarat) January 4, 2023
ઇશુદાન ગઠવીના માથે મોટી જવાબદારી
ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણીમાં AAP દ્વારા જે દાવા કરવામાં આવ્યા હતા તે બધા પોકળ સાબિત થયાં હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ફ્કત પાંચ ધારાસભ્યો જીત્યાં છે. પરંતુ હાલમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી લડીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવી લીધો છે. જેથી હવે આપ દ્વારા સંગઠનને મજબૂત બનાવીને ભાજપને આગામી સમયમાં ટક્કર આપવાની તૈયારીઓમાં લાગી ગયું છે. જે અંતર્ગત આજે સંગઠનને મજબૂત કરવા તેમજ આગળના કાર્યક્રમો માટે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની એક બેઠક મળી હતી. જેમાં સંગઠનને મજબૂત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં ગુજરાતમાં મોટા ફેરફાર કરાયા છે. અને વધુ મજબૂતાઈથી ત્યારે ઇસુદાન ગઢવીને ‘આપ’ ની કમાન આપી અગામી સમયમાં ઇસુદાન ગઢવી પાર્ટીને મજબુત કરવાની જવાબદારી તેમજ લોકસભા 2024 ની જવાબદારી સોપીં છે.
આ પણ વાંચો : તિરૂપતી બાલાજી મંદિરમાં સૌથી વધુ દાનનો સર્જોયો રેકોર્ડ, એક દિવસમાં 7.6 કરોડનું દાન