સરકારે ગયા વર્ષે ત્રણેય સેનાઓમાં સૈનિકોની ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. સરકારે હવે અગ્નિપથ યોજના હેઠળ ભરતીના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે.
અગ્નિપથ યોજના હેઠળ ભરતી નિયમોમાં ફેરફાર
કેન્દ્રની NDA સરકારે ગયા વર્ષે ત્રણેય સેનાઓમાં સૈનિકોની ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. ત્યારે સરકાર હવે અગ્નિપથ યોજના હેઠળ ભરતી નિયમોમાં મોટા બદલાવ કર્યા છે. આ અંતર્ગત હવેથી ITI-પોલીટેકનિક પાસ આઉટ અરજી કરી શકશે.
ITI- પોલિટેક્નિક પાસ આઉટ યુવાનો સેનામાં ભરતી થઈ શકશે
સેનાએ અગ્નિપથ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પાત્રતાના માપદંડમાં વધારો કર્યો છે. જેમાં પૂર્વ-કુશળ યુવાનો પણ અગ્નિપથ ભરતીમાં ભાગ લઈ શકશે. ITI- પોલિટેકનિક પાસ આઉટ ટેકનિકલ શાખામાં અરજી કરી શકશે. આનાથી પૂર્વ-કુશળ યુવાનોને વિશેષ પ્રોત્સાહન મળશે. એટલું જ નહીં, તે તાલીમનો સમય પણ બચાવે છે આ મોટા ફેરફાર બાદ હવે વધુ યુવા ઉમેદવારોને આ યોજનામાં જોડાવાની તક મળશે.
16 ફેબ્રુઆરીથી અગ્નિપથ યોજના હેઠળ ભરતીની નોંધણી શરુ
તમને જણાવી દઈએ કે ગત 16 ફેબ્રુઆરીથી અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં અગ્નિવીરોની ભરતી માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. અગ્નિપથ ભરતી વર્ષ 2023-24 માટે અપરિણીત પુરૂષ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે જ્યારે પસંદગી કસોટી 17 એપ્રિલ 2023ના રોજ લેવામાં આવશે.
આ જગ્યાઓ ભરવામાં આવશે
આ જાહેરાતમાં જણાવ્યા અનુસાર અગ્નિવીર (જનરલ ડ્યુટી), ટેકનિકલ ક્લાર્ક, સ્ટોર કીપર, ટ્રેડ્સમેનની જગ્યાઓ ભરવામાં આવશે. અગ્નિવીર પસંદગી પ્રક્રિયામાં તાજેતરમાં કરાયેલ ફેરફારો પછી હવે ઉમેદવારોએ પહેલા લેખિત પરીક્ષા પાસ કરવી પડશે. આમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને જ શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. આ લેખિત પરીક્ષા 17 એપ્રિલે લેવામાં આવશે.
અરજી કરવા માટેના માપદંડો
16 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, ધોરણ 10 પાસ ઉમેદવારો અગ્નિવીર (જનરલ ડ્યુટી) (તમામ આર્મ્સ) માટે અરજી કરી શકે છે. જ્યારે, અગ્નિવીર (ટેકનિકલ) (તમામ આર્મ્સ) માટે 12મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. અગ્નિવીર ક્લાર્ક (સ્ટોર કીપર) પોસ્ટ માટે ઓછામાં ઓછા 60% ગુણ સાથે 12પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. અગ્નિવીર ટ્રેડ્સમેનની જગ્યાઓ માટે 8મું-10મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. હવે નવો બદલાવ થતા ITI-પોલીટેકનિક પાસ આઉટ યુવાનો પણ અરજી કરી શકશે. આ પ્રશિક્ષિત યુવાનોએ સેનાની ટેકનિકલ શાખામાં અરજી કરવાની રહેશે. તેમની તાલીમ પણ ઓછા સમયની હશે.
આ પણ વાંચો : સુરત : લક્ઝરી બસો બંધ થતા કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કરી આ માંગ