ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ખેતીથી ખેતી અને બિનખેતીના હેતુફેરના કામમાં બોનાફાઇડ પરચેઝરના કિસ્સામાં વસૂલાતની સત્તા સોંપણીમાં ફેરફાર

Text To Speech
  • આ ફેરફાર કરવાથી બોનાફાઇડ પરચેઝરની અરજીઓ વિલંબમાં નહીં પડે
  • 5 કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેક્ટર આપી શકશે
  • આ ફેરફાર કરવાથી હવે અરજદારોને જિલ્લા કલેક્ટર કક્ષાએ જ મંજૂરી મળી જશે

રાજ્યમાં ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતી જમીનના હેતુફેરની કામગીરી અંગે બોનાફાઇડ પરચેઝરના કિસ્સામાં જમીન વેલ્યુએશનના આધારે પ્રિમિયમ વસૂલાતમાં વસૂલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે.

પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેક્ટર આપી શકશે

આ ફેરફાર પ્રમાણે હવે પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેક્ટર આપી શકશે. રાજ્યમાં પ્રવર્તમાન નિયમાનુસાર જે જમીનોનું વેલ્યુએશન 50 લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં બોનાફાઇડ પરચેઝરે રાજ્ય કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે. આવા પરચેઝર્સની અરજીની વધુ સંખ્યા તેમજ તેના પરિણામે મંજૂરી પ્રક્રિયામાં વિવિધ તબક્કે અરજીઓની વિચારણામાં ઘણો સમય લાગતો હોવાથી રાજ્ય સરકારે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાનો નિર્ણય કર્યો છે.

આ ફેરફાર કરવાથી બોનાફાઇડ પરચેઝરની અરજીઓ વિલંબમાં નહીં પડે

મહેસુલ વિભાગના 17મી માર્ચ 2017ના ઠરાવ મુજબ બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જમીનની વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસૂલાતની હાલની સત્તા સોંપણીમાં ફેરફાર કરીને હવે પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તાઓ રાજ્યના પ્રત્યેક જિલ્લા કલેકટરને સોંપવામાં આવી છે. આ ફેરફાર કરવાથી બોનાફાઇડ પરચેઝરની અરજીઓ વિલંબમાં નહીં પડે, તેમણે ગાંધીનગર સુધી આવવું નહીં પડે અને અરજીનો ઝડપથી નિકાલ થઇ જશે. જમીન વેલ્યુએશન પદ્ધતિમાં ફેરફાર કરવાથી હવે અરજદારોને જિલ્લા કલેક્ટર કક્ષાએ જ મંજૂરી મળી જશે.

Back to top button