ગુજરાતટોપ ન્યૂઝધર્મ

ભાદરવી પૂનમના અંબાજી મંદિરે દર્શનના સમયમાં ફેરફાર

Text To Speech

ગુજરાતમાં આવેલા વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરે આગામી ભાદરવી પૂનમ અંતર્ગત દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાદરવા સુદ નોમથી પૂનમ સુધીના પાંચ દિવસ માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ભાવિક ભક્તો માટે જાહેર કરવામાં આવેલો નવો સમય

યાત્રાધામ અંબાજીમાં માતાના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવેલા ફેરફાર અંગે આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર ભાદરવા સુદ-9 (નોમ) 05/09/2022 થી ભાદરવા સુદ (પુનમ) 10/09/2022 સુધી ભાદરવી પુનમ મહામેળો – 2022 અંબાજી ખાતે યોજાનાર હોય આરતી તથા દર્શનનો સમય તા. 05/09/2022 થી ભાદરવા સુદ (પુનમ) 10/09/2022 સુધી ભાદરવી પુનમ સુધી આરતી સવારે 5.00 થી 05.30 દર્શન સવારે 05.30 થી 11.30, રાજભોગ 12.00, દર્શન બપોરે 12.30 થી 17.30, આરતી સાંજે 19.00 થી 19.30, દર્શન સાંજે 19.30 થી 24.00 રહેશે. ત્યારબાદ તા.11/09/2022 થી આરતી/દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

બે વર્ષ બાદ યોજાશે અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો

કોરોનાકાળના બે વર્ષમાં દરેક કાર્યક્રમો ઉપર રોક લગાવવામાં આવી હોય અંબાજી ખાતે પણ મેળો યોજાયો ન હતો ત્યારે આ વર્ષે આ વિખ્યાત લોકમેળાને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે આ વર્ષે મોટી સંખ્યમાં ભક્તો ઉમટી પડે તેવી આશા સાથે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી પહોંચશે

ભાદરવી પૂનમનું અંબાજી ખાતે અનેરૂ મહત્વ છે. અહીં દૂર દૂરથી ભાવીકો દર્શન માટે આવતા હોય છે ત્યારે માતાના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી નીકળતા હોય છે. હાલમાં પણ અંબાજી તરફ જતા રસ્તાઓ ઉપર મોટી સંખ્યમાં ભક્તો ચાલતા નજરે પડે છે. ગુજરાત અને દેશના ખૂણે ખૂણેથી આવતા ભક્તોના સમૂહ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે.

Back to top button