ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચંદ્રયાન-4 મિશન ચંદ્ર પરથી માટીના નમૂના પૃથ્વી પર પાછા લાવશે

Text To Speech

પૂણે, 21 નવેમ્બર: ચંદ્રયાન-3 ખૂબ જ સફળ રહ્યું અને હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેના આગામી પ્રોજેક્ટ ચંદ્રયાન-4 (Chandrayaan-4)પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ મિશનનો ધ્યેય ચંદ્ર પરથી માટીના નમૂનાઓ પરત લાવવાનો છે. આનાથી ભારત અવકાશ સંશોધનમાં આગળ પડતા દેશોમાં સામેલ થશે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર (Space Applications Center)ના ડાયરેક્ટર નિલેશ દેસાઈ (Nilesh Desai) એ પૂણેમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મેટિરોલોજીના 62મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન જણાવ્યું હતું કે ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટી પરથી માટીના નમૂનાને પાછો લાવવાનો હશે.

ચંદ્રયાન-4 વિશે વાત કરતાં નિલેશ દેસાઈએ કહ્યું કે તે એક સેમ્પલ રિટર્ન મિશન હશે.  ચંદ્રયાન-4 મિશનમાં ચંદ્રયાન-3 માટે જે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના કરતા ઘણા મોટા લેન્ડરમાં એક મોટું રોવર (350 કિલોગ્રામ) હશે. જેમાં ચાર મોડ્યુલ ટ્રાન્સફર મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ, એસેન્ડર મોડ્યુલ અને રી-એન્ટ્રી મોડ્યુલ – અને મિશનને તમામ કોમ્પોનેન્ટ્સને લોન્ચ કરવા માટે બે રોકેટની જરૂર પડશે.

તેમણે જણાવ્યું કે, ચંદ્રયાન-4નું કેન્દ્રીય મોડ્યુલ ચંદ્રની પરિક્રમા કરતાં મોડ્યુલની સાથે લેન્ડિંગ બાદ પરત ફરશે. જે બાદમાં પૃથ્વીના વાતાવરણની નજીક અલગ થઈ જશે. આ સાથે, રી-એન્ટ્રી મોડ્યુલ મૂન રોક અને માટીના નમૂનાઓ સાથે પરત આવશે. આ એક ખૂબ જ મહત્વાકાંક્ષી મિશન છે. એવી આશા છે કે આગામી પાંચથી સાત વર્ષમાં અમે ચંદ્રની સપાટી પરથી સેમ્પલ લાવવાના આ પડકારને પૂર્ણ કરી લઈશું. આ મિશન ચંદ્રયાન-3 કરતાં વધુ જટિલ હોવાની અપેક્ષા છે.

ISRO જાપાની સ્પેસ એજન્સી JAXA સાથે અન્ય ચંદ્ર મિશન, LuPEX પર પણ સહયોગ કરી રહ્યું છે. નોંધનીય છે કે, આ મિશનમાં 350 કિલો વજન ધરાવતું રોવર ચંદ્રની સપાટી પર 90 ડિગ્રી સુધીના વિસ્તારોની શોધ કરશે.

આ પણ વાંચો: ચંદ્રયાન-3 બાદ હવે ભારતીય અને યુએસ સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો NISAR મિશન ઉપર કરશે કામ

Back to top button