- આજે સાંજે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે ચંદ્રયાન
- ચંદ્રયાનની ભ્રમણકક્ષા અત્યાર સુધીમાં 5 વખત બદલાઈ છે
ચંદ્રયાન-3ને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચંદ્રયાન-3 એ લગભગ બે તૃતીયાંશ અંતર કાપ્યું છે. એટલે કે ચંદ્રની લગભગ 66% યાત્રા અવકાશયાન દ્વારા પૂર્ણ થઈ ગઈ છે. ચંદ્રયાન-3ને ચંદ્ર પર ઉતરવા માટે માત્ર 20 દિવસ બાકી છે.1 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3 એ ચંદ્રની ભ્રમણકક્ષાના માર્ગમાં પ્રવેશ કર્યો હતો, તે સમયે તેની ઝડપ 38,520 કિલોમીટર પ્રતિ કલાક હતી. જોકે હવે તેની સ્પીડ ઘટીને 37,200 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે.આજે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે.
ચંદ્રયાન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, ચંદ્રયાન-3એ અત્યાર સુધીમાં બે તૃતિયાંશ યાત્રા પૂર્ણ કરી લીધી છે અને આજે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને તેનું 100% પરિણામ અપેક્ષિત છે, કારણ કે ઈસરોના વૈજ્ઞાનિકોએ અગાઉ પણ આ સફળતા હાંસલ કરી છે. ચંદ્રયાન-3 હાલમાં લગભગ 37,200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને આજે સાંજે આશરે 7:00 કલાકે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. આ સમયે, ચંદ્રયાન-3 ચંદ્રથી લગભગ 40,000 કિલોમીટર દૂર હશે અને આ સમયે ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિની અસર પણ શરૂ થાય છે.
આ પણ વાંચો : ચંદ્રયાન-3 આજે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે, જાણો હાલની સ્થિતિ
Chandrayaan-3 Mission:
The spacecraft has covered about two-thirds of the distance to the moon.Lunar Orbit Injection (LOI) set for Aug 5, 2023, around 19:00 Hrs. IST. pic.twitter.com/MhIOE65w3V
— ISRO (@isro) August 4, 2023
અત્યાર સુધીમાં 5 વખત બદલાઈ છે ચંદ્રયાનની ભ્રમણકક્ષા
ઈસરોના જણાવ્યા અનુસાર, જ્યારથી ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી ચંદ્રયાનની ભ્રમણકક્ષામાં કુલ 5 વખત ફેરફાર કરવામાં આવ્યો છે. 1 ઓગસ્ટના રોજ સ્લિંગશૉટ પછી, તે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ પ્રયાણ કર્યું અને હવે 5 ઓગસ્ટે સાંજે 7 વાગ્યે, ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. ઈસરોએ જણાવ્યું કે ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશવામાં આવશે જ્યારે તેની ઈચ્છિત ભ્રમણકક્ષા ચંદ્રની સૌથી નજીક હશે.
ભારત આવું કરનાર ચોથો દેશ
જો સોફ્ટ લેન્ડિંગ સફળ થાય છે, એટલે કે જો મિશન સફળ રહે છે, તો અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે. યુએસ અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતર્યા તે પહેલા અનેક અવકાશયાન ક્રેશ થયા હતા. 2013માં ચાંગે-3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનાર ચીન એકમાત્ર દેશ છે.
Hello! This is #Chandrayaan3 with a special update. I want to let everyone know that it has been an amazing journey for me so far and now I am going to enter the Lunar Orbit today (August 5, 2023) at around 19:00 hrs IST. To know where I am and what I'm doing, stay tuned!#ISRO… pic.twitter.com/3AJ8xq1xFF
— LVM3-M4/CHANDRAYAAN-3 MISSION (@chandrayaan_3) August 5, 2023
ચંદ્રયાન-3 આદિપુરુષના બજેટ કરતા પણ સસ્તું
મહત્વનું છે કે, લોન્ચિંગ ખર્ચ વિના ચંદ્રયાન-3નું બજેટ લગભગ રૂ. 615 કરોડ છે, જ્યારે તાજેતરની ફિલ્મ આદિપુરુષનું બજેટ રૂ. 700 કરોડ હતું. એટલે કે ચંદ્રયાન-3 આ ફિલ્મની કિંમત કરતાં લગભગ 85 કરોડ રૂપિયા સસ્તી છે. આના 4 વર્ષ પહેલા મોકલવામાં આવેલ ચંદ્રયાન 2 ની કિંમત પણ 603 કરોડ રૂપિયા હતી. તેના લોન્ચિંગ પર 375 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતી ‘ભાઈ’ અને ‘બેન’ માટે પાસપોર્ટ બનાવવો મુશ્કેલ બની રહ્યો છે! જાણો કેમ?