ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાનનો ચંદ્ર પરથી પ્રથમ ફોટો સામે આવ્યો, જૂઓ આ લેટેસ્ટ તસવીર

Text To Speech
  • ચંદ્રયાન-2ના ઓર્બિટરે મોકલી ચંદ્રયાન-3ની લેટેસ્ટ તસવીરો
  • ISROએ ટ્વીટ કરી આપી માહિતી

ચંદ્રયાન-3 એ બુધવારે ​​ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે. રશિયા, અમેરિકા અને ચીન પછી આવું કરનાર ભારત ચોથો દેશ બન્યો છે. ત્યારે હવે ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાનનો ચાંદ પરથી પ્રથમ ફોટો સામે આવ્યો છે. જેને ઈસરોએ શેર કરી છે.

ચંદ્રયાન-3ની વિવિધ તસવીરો હવે સામે આવી
પ્રાપ્ત વિગતો અનુસાર,ચંદ્રયાન-3ની સફળતાથી ભારત સહિત સમગ્ર વિશ્વ આનંદિત છે. ભારતે એ કરી બતાવ્યું છે, જે આજ સુધી દુનિયામાં કોઈ બીજો દેશ કરી શક્યો નથી. ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કર્યું હતું.હવે ત્યાં લેન્ડર અને રોવર બંને છૂટાં પડી ગયા છે અને આગળ ચંદ્ર પર રિસર્ચની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ચંદ્રયાન-3ની વિવિધ તસવીરો હવે સામે આવી રહી છે.

ઈસરોએ ટ્વીટ કર્યું
ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3ની લેટેસ્ટ તસવીરો મોકલી હતી.આ અંગે ટ્વિટ કરતાં ISROએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3 પર ચંદ્રયાન-2ની નજર છે. તે તેની જાસૂસી કરી રહ્યો હોય તેમ ટ્વિટમાં જણાવાયું હતું કે મારી નજર તમારા પર છે. વધુમાં ઈસરો તરફથી વધુ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર નીકળતું દેખાઈ રહ્યું છે. આ વીડિયો ખૂબ જ શાનદાર છે. આપ અહીં બેઠા બેઠા તેને જોઈ શકશો કે કેવી રીતે લેન્ડરના રેમ્પ પરથી ઉતરીને રોવર બહાર આવી રહ્યું છે. રોવરથી સોલર પેનલ્સ ઉપર ઉઠેલા દેખાય છે. એટલે કે તે સૂરજમાંથી એનર્જી લઈને કામ કરવાનું શરુ કરી દેશે.

આ પણ વાંચો : ચંદ્રયાન-3ની સફળતા બાદ ISRO ની હવે સૂરજ ઉપર જવાની તૈયારી : બીજી સપ્ટેમ્બરે લોન્ચ કરશે સૂર્યયાન

Back to top button