ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચંદ્રયાન-3 હવે અંતિમ પડાવ માટે આગળ વધ્યું, ચંદ્રથી માત્ર 30KM દૂર, આજે ભ્રમણકક્ષામાં કરાશે મોટો ફેરફાર

  • ચંદ્રયાન-3ના લેન્ડરની ગતિ ધીમી થઈ
  • 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ માટે ફોલો કરવી પડશે આ પ્રક્રિયા

ભારત અંતરિક્ષ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. ભારતે મોકલેલું ચંદ્રયાન-3 હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન-3, 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર ઉતરશે. પરંતુ તે પહેલા ચંદ્રયાન-3ને ઘણા મહત્વપૂર્ણ માઈલસ્ટોન પાર કરવા પડશે. ગુરુવારે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા બાદ આજે સાંજે લેન્ડરને ડીબૂસ્ટિંગ દ્વારા નીચલી ભ્રમણકક્ષામાં લાવવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર,ISRO ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરને આજે એટલે કે 18 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે ડિબૂસ્ટિંગ દ્વારા થોડી નીચી ભ્રમણકક્ષામાં લાવશે. ડીબૂસ્ટિંગ એટલે અવકાશયાનની ગતિ ધીમી કરવી. આ પ્રક્રિયા 20 ઓગસ્ટે પણ થશે. આ પછી, ચંદ્રથી લેન્ડરનું લઘુત્તમ અંતર 30 કિમી રહેશે. સોફ્ટ લેન્ડિંગ 23 ઓગસ્ટે સાંજે 5:47 વાગ્યે સૌથી ઓછા અંતરથી થશે.અગાઉ ISROએ 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યૂલને બપોરે 1:15 વાગ્યે લેન્ડર અને રોવરથી અલગ કરી દીધું હતું. અલગ થયા પછી લેન્ડર મોડ્યૂલે પ્રોપલ્શન મોડ્યૂલને કહ્યું – ‘થેક્સ ફોર ધ રાઈડ મેટ’.હવે પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરવા માટે પ્રોપલ્શન મોડ્યૂલ ચંદ્રની ભ્રમણકક્ષામાં 3-6 મહિના સુધી રહેશે, જ્યારે લેન્ડર-રોવર 23 ઓગસ્ટે સાંજે 5:47 વાગ્યે ચંદ્રની સપાટી પર ઊતરશે. અહીં એ 14 દિવસ સુધી પાણીની શોધ સહિત અન્ય પ્રયોગો કરશે.

ચંદ્રયાન-humdekhengenews

સોફ્ટ લેન્ડિંગ માટે 90 ડિગ્રી ફેરવવું પડશે
લેન્ડરને 30 કિમીની ઉંચાઈથી ચંદ્રની સપાટી પર ઉતારવાની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. પરિભ્રમણ કરતી વખતે તેને 90 ડિગ્રીના ખૂણા પર ચંદ્ર તરફ જવાનું શરૂ કરવું પડશે. લેન્ડિંગ પ્રક્રિયાની શરૂઆતમાં, ચંદ્રયાન-3ની ઝડપ લગભગ 1.68 કિમી પ્રતિ સેકન્ડ હશે. થ્રસ્ટર્સની મદદથી તેને નીચે ઉતારીને તેને સુરક્ષિત રીતે સપાટી પર ઉતારવામાં આવશે.

આ યાન 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું
22 દિવસની યાત્રા પછી ચંદ્રયાન 5 ઓગસ્ટના રોજ સાંજે 7.15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું. પછી યાનને ચંદ્રની ગ્રેવિટીમાં કેપ્ચર કરી શકાય, જેથી એની ગતિ ઓછી થઈ હતી. સ્પીડ ઓછી કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ યાનનો ફેસ પલટાવીને 1835 સેકન્ડ, એટલે કે લગભગ અડધા કલાક સુધી થ્રસ્ટર્સને ફાયર કર્યું. આ ફાયરિંગ સાંજે 7.12 વાગ્યે શરૂ થયું હતું.

ચંદ્રયાન-3-humdekhengenews

ચંદ્રયાન-3 આગામી 5 દિવસમાં શું કરશે?
જાણો કે આજે પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયેલ લેન્ડર મોડ્યુલને ચંદ્રની એવી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે જ્યાંથી તેનું ચંદ્રથી સૌથી ઓછું અંતર લગભગ 30 કિલોમીટર હશે. ત્યારબાદ આગામી 5 દિવસ સુધી લેન્ડર ધીમે ધીમે ચંદ્રની આસપાસ ફરશે. આ ભ્રમણકક્ષામાં, લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટે ચંદ્રની પરિક્રમા કરીને ચંદ્ર પર ઉતરશે.

ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર કેવી રીતે ઉતરશે?
પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા પછી, વિક્રમ લેન્ડર હવે તેની યાત્રા પર છે જે ચંદ્રની સપાટી પર જઈને પૂર્ણ થશે, પરંતુ ચંદ્રની આટલી નજીક હોવા છતાં, લેન્ડરને કેટલાક મુશ્કેલ પગલાઓ પૂર્ણ કરવા પડશે. જ્યાં સુધી લેન્ડર 30 કિમીની ઉંચાઈથી ચંદ્રની સપાટી પર ઉતરી ન જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. પરિભ્રમણ કરતી વખતે તેણે 90 ડિગ્રીના ખૂણા પર ચંદ્ર તરફ જવાનું શરૂ કરવું પડશે. લેન્ડિંગ પ્રક્રિયાની શરૂઆતમાં, ચંદ્રયાન-3ની ઝડપ લગભગ 1.68 કિમી પ્રતિ સેકન્ડ હશે. થ્રસ્ટરની મદદથી તેને નીચે ઉતારીને તેને સુરક્ષિત રીતે સપાટી પર ઉતારવામાં આવશે.

આ પણ વાંચો : ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે વિશ્વનું પ્રથમ 3D રોકેટ શ્રીહરિકોટાથી લોન્ચ થશે, ચેન્નાઈની કંપનીએ કર્યું છે તૈયાર

Back to top button