ગુજરાતટોપ ન્યૂઝ

ચંદ્રયાન-3ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ, જાણો અમદાવાદ ઈસરોએ કેટલા પાર્ટ બનાવ્યા

Text To Speech
  • શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે
  • ચંદ્રયાન 3 બપોરે 2:35 વાગ્યે ચંદ્ર તરફ ઉડાન ભરશે
  • લેન્ડર-રોવર 45 થી 50 દિવસમાં સોફ્ટ લેન્ડિંગ કરશે

ચંદ્રયાન-3ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ થયુ છે. ત્યારે ચંદ્રયાન-3ના અમદાવાદ ઈસરોએ કેટલા પાર્ટ બનાવ્યા છે. ચંદ્રયાન-3 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે. તેમજ ચંદ્રયાન 3 બપોરે 2:35 વાગ્યે ચંદ્ર તરફ ઉડાન ભરશે.

આ પણ વાંચો: ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી 

લેન્ડર-રોવર 45 થી 50 દિવસમાં સોફ્ટ લેન્ડિંગ કરશે

લેન્ડર-રોવર 45 થી 50 દિવસમાં સોફ્ટ લેન્ડિંગ કરશે. સાથે જ ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડિંગ કરશે. ત્યારે ચંદ્રયાન – 3માં અમદાવાદ ઇસરોનો મહત્વનો ફાળો છે. અમદાવાદ ઇસરો દ્વારા અલગ અલગ પાર્ટ બનાવાયા છે. જેમાં 11 જેટલા પાર્ટ અમદાવાદ ઈસરોએ બનાવ્યા છે. તેમાં અમદાવાદ ઇસરોએ સેટેલાઈટના સેન્સર, પેલોડ બનાવ્યા છે. સાથે જ  કેમેરા સિસ્ટમ, કાર્બન અલ્ટીમીટર સેન્સર અમદાવાદમાં તૈયાર થયા છે.

પ્રોસેસિંગ સિસ્ટમ, રોવરનું ઈમેજ મેકર અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યું

પ્રોસેસિંગ સિસ્ટમ, રોવરનું ઈમેજ મેકર અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યું છે. ચંદ્ર ઉપર સરળતાથી લેન્ડિંગ માટે સેન્સર, પેલોડની જરૂર હોય છે. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલનો સમાવેશ થાય છે, અને તેનું વજન કુલ 3,900 કિગ્રા છે. આ રોવર ચંદ્રયાન-2 ના વિક્રમ રોવર જેવું જ છે, પરંતુ સુરક્ષિત લેન્ડિંગની ખાતરી કરવામાં મદદ કરવા માટે સુધારાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. તમે ચંદ્રયાન-3નું લાઈવ લોન્ચિંગ ઓનલાઈન અથવા મોબાઈલ પર ઘરે બેઠા જોઈ શકો છો.

ચંદ્રયાન-3 વર્ષ 2019ના ‘ચંદ્રયાન-2’નું ફોલો-અપ મિશન

આજે લોન્ચ થનારું ‘ચંદ્ર મિશન’ વર્ષ 2019ના ‘ચંદ્રયાન-2’નું ફોલો-અપ મિશન છે. ભારતના આ ત્રીજા ચંદ્ર મિશનમાં પણ, અવકાશ વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ‘ચંદ્રયાન-2’ મિશન દરમિયાન, અંતિમ ક્ષણોમાં, લેન્ડર ‘વિક્રમ’ પાથના વિચલનને કારણે ‘સોફ્ટ લેન્ડિંગ’ કરી શક્યું ન હતું. જો આ મિશન સફળ થશે તો ભારત અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેમણે આવી સિદ્ધિ હાંસલ કરી છે

Back to top button