ટોપ ન્યૂઝસાયન્સ એન્ડ ટેકનોલોજી

chandrayaan-3: બાળકો હવે કહેશે, ‘ચંદા મામા ટૂર કે’: PM મોદી

Text To Speech
  • આ ક્ષણ અવિસ્મરણીય છે, આ ક્ષણ અદ્ભૂત છેઃ પીએમ
  • વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી આપી ભાવુક સ્પીચ
  • ઇસરોના 16500 વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવી
  • મોદીએ કહ્યુ હવે બાળકો નહીં કહે, ચંદા મામા દૂર કે..

ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ કર્યું છે. ભારત આ સફળતા મેળવનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. 140 કરોડ લોકોની પ્રાર્થના અને 16,500 ઈસરોના વૈજ્ઞાનિકોની ચાર વર્ષની મહેનત રંગ લાવી. હવે સમગ્ર વિશ્વ જ નહીં પણ ચંદ્ર પણ ભારતના હાથમાં છે.

ઈસરોએ ચંદ્ર પર ધ્વજ ફરકાવ્યો છે. હવે બાળકો નહીં કહે કે ચંદા મામા દૂર કે..

ચંદ્રને જોઈને તમે તમારા ભવિષ્યના સપના પૂરા કરશો. કરવા ચોથના પ્રિઝમ દ્વારા માત્ર ચંદ્ર જ નહીં પરંતુ દેશની ઉંચાઈ પણ જોવા મળશે. ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પર તેના પગલાં પાડી દીધા છે.

ઈસરોના 16,500 વૈજ્ઞાનિકો છેલ્લા ચાર વર્ષથી જે મહેનત કરી રહ્યા હતા તે પૂર્ણ થઈ ગઈ છે. સોફ્ટ લેન્ડિંગમાં નિષ્ણાત એવા વિશ્વના ચાર દેશોમાં હવે ભારતનું નામ જોડાઈ ગયું છે. ચંદ્રયાન-3ના સફળ ઉતરણ પાછળ વૈજ્ઞાનિકોની મહેનતની સાથે લગભગ 140 કરોડ લોકોની પ્રાર્થના અને દુઆઓ પણ કામ કરી ગઇ હતી.

PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ

ચંદ્રયાન-3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આ ક્ષણ અવિસ્મરણીય છે, આ ક્ષણ અભૂતપૂર્વ છે, આ ક્ષણ વિકસિત ભારતનો શંખનાદ છે, આ ક્ષણ નવા ભારતનો જયઘોષ છે, આ ક્ષણ મુશ્કેલીઓના મહાસાગરને પાર કરવાની છે. આ ક્ષણ વિજયના ચંદ્રમાર્ગ પર ચાલવાની છે. આ ક્ષણ 140 કરોડ ધબકારાના સામર્થ્યની છે. આ ક્ષણ ભારતની નવી ઉર્જા, નવી શ્રદ્ધા, નવી ચેતના, નવા વિશ્વાસની છે.

PM નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઉતરાણ પર ટીમ ચંદ્રયાન, ISRO અને દેશના તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. પીએમએ કહ્યું કે તેમણે આ ક્ષણ માટે વર્ષોથી કામ કર્યું છે. મોદીએ કહ્યું, ‘હું પણ 140 કરોડ દેશવાસીઓને આ ઉત્સાહ, ઉમંગ, આનંદ અને લાગણીથી ભરેલી ક્ષણ માટે અભિનંદન આપું છું.’

આ પણ વાંચોઃ ચંદ્રયાન-3ની સફળતાના અસલી હીરો કોણ છે? તમે પણ જાણી લો

Back to top button