ટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચંદ્રયાન-3: પાર કર્યો ચોથો પડાવ, જાણો ક્યારે પુરુ થશે ISROનું મિશન મૂન

Text To Speech
  • ચંદ્રયાન-3 ચંદ્ર તરફ વધુ એક ડગલું આગળ વધ્યુ છે
  • ચોથી કક્ષામાં કર્યો સફળતાપુર્વક પ્રવેશ
  • ઇસરોએ ઇન્ટરનેશનલ મૂન ડેની ભેટ ગણાવી

ભારતીઓ માટે આજે એક ગર્વના સમાચાર આવ્યા છે. ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર તરફ વધુ એક ડગલું આગળ વધ્યુ છે. આંતરરાષ્ટ્રીય મૂન ડે (Internation Moon Day)ના અવસરે ચંદ્રયાન-3 દ્વારા ચંદ્ર સુધી પહોંચવાનો ચોથો તબક્કો અથવા તો કહો કે ચોથુ સ્ટેજ પાર કરી લેવાયુ છે. ઉલ્લેખનીય છે કે ઇસરો તરફથી આ માટે 20 જુલાઇ બપોરે 2થી 3 વાગ્યાનો સમય નક્કી કરાયો હતો.

ઇસરોએ કર્યુ ટ્વીટ

ઇસરોએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી ટ્વીટ કરતા લખ્યુ છે કે ભારતે ચંદ્રયાન-3એ ચંદ્રની નજીક વધુ એક ડગલું જઇને #InternationgMoonDay2023 મનાવ્યો છે. ચોથી કક્ષા તેણે સફળતાપૂર્વક પાર કરી લીધી છે. હવે આગામી ફાયરિંગ 25 જુલાઇના રોજ બપોરે બેથી ત્રણ વાગ્યાની આસપાસ કરવાની યોજના છે.

18 જુલાઇએ કર્યો હતો ત્રીજી કક્ષામાં પ્રવેશ

આ પહેલા 15 જુલાઇના રોજ ચંદ્રયાન-3એ સફળતાપૂર્વક પૃથ્વીની પહેલી કક્ષામાં પ્રવેશ કરી લીધો હતો. ત્યારબાદ 17 જુલાઇના રોજ બીજી અને 18 જુલાઇના રોજ ત્રીજી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હતો. ત્યારે ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષાથી 51400 કિલોમીટર x 228 કિલોમીટર દુર પૃથ્વીની કક્ષામાં હાજર હતું.

ચંદ્રયાન-3: પાર કર્યો ચોથો પડાવ, જાણો ક્યારે પુરુ થશે ISROનું મિશન મૂન hum dekhenge news

ચંદ્રયાન-3 14 જૂલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું

14 જુલાઈ, 2023 ના રોજ ઇસરોએ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું. જ્યાં રાંચીના હેવી એન્જિનિયરિંગ કોર્પોરેશન દ્વારા ચંદ્રયાનના અન્ય મહત્વપૂર્ણ પાર્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. ગોદરેજ ગ્રુપની કંપની ગોદરેજ એરોસ્પેસે પણ આમાં ઘણું યોગદાન આપ્યું છે. અત્યારે ટાટા સ્ટીલ વિશે વાત કરીએ જમશેદપુર ફેક્ટરીમાં બનેલી અત્યાધુનિક ક્રેન જેણે આ મિશનને સફળ બનાવવામાં ફાળો આપ્યો હતો તે ઇલેક્ટ્રિક ઓવરહેડ ટ્રાવેલિંગ (EOT) ક્રેન હતી. તૈયારી કર્યા પછી તેને લોન્ચ કરતા પહેલા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું.

ડાર્ક સાઇડ ઓફ મૂન કેમ કહેવાય છે?

મિશને 14 જુલાઇ બપોરે 2.35 વાગ્યે શ્રીહરિકોટા કેન્દ્રથી ઉડાન ભરી હતી અને જો બધુ યોજના અનુસાર થશે તો 23 કે 24 ઓગસ્ટના રોજ તે ચંદ્ર પર ઉતરશે. મિશનને ચંદ્રના એ હિસ્સા સુધી મોકલવામાં આવી રહ્યુ છે, જેને ડાર્ક સાઇડ ઓફ મૂન કહેવાય છે. આવું એટલે કહેવાય છે કેમકે આ ભાગ પૃથ્વીની સામે આવતો નથી.

આ પણ વાંચોઃ ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ખુલાસો: જેની કાર લઈને નિકળ્યો હતો તથ્ય તેનો પણ છે ગુનાહિત ઇતિહાસ, CBI કરી રહી છે તપાસ

Back to top button