ટ્રેન્ડિંગનેશનલ

ચંદ્રશેખર આઝાદને મળી હોસ્પિટલમાંથી રજા, ફાયરિંગની ઘટના પર શું કહ્યું તેમણે?

Text To Speech

આઝાદ સમાજ પાર્ટી-કાંશીરામના વડા ચંદ્રશેખર આઝાદને ગુરુવારે (29 જૂન) સહારનપુરની SBD હોસ્પિટલમાંથી રજા આપવામાં છે. આઝાદને બુધવાર (28 જૂન)ના રોજ ઉત્તર પ્રદેશના સહારનપુરના દેવબંદમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ પછી તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શું કહ્યુ ચંદ્રશેખર આઝાદે હુમલા અંગે

હકીકતમાં, હથિયારબંધ માણસોએ ચંદ્રશેખર આઝાદના કાફલા પર હુમલો કર્યો અને આ હુમલામાં એક ગોળી તેમના પેટના પાછળના ભાગમાં વાગી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તેમણે કહ્યું કે, “આ આજનો હુમલો નથી, સદીઓથી વંચિતો પર હુમલા થતા આવ્યા છે પરંતુ આજે કાયદાનું શાસન છે, જ્યારે મારા જેવા વ્યક્તિ સાથે આવું થઈ રહ્યું છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની શું હાલત છે? “આ ઘટનાને લઈને છેલ્લા 24 કલાકમાં શું કાર્યવાહી થઈ?”

ચંદ્રશેખર આઝાદે CM યોગી પર સાધ્યુ નિશાન

યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર પ્રહાર કરતા ચંદ્રશેખર આઝાદે વધુમાં કહ્યું હતું કે, “ગુનેગારો હજુ પણ આઝાદીથી ફરે છે, સત્તાના રક્ષણ વિના આ થઈ શકે નહીં. આ સરકારની ઘોર બેદરકારી છે. આ ઘટના પર મુખ્યમંત્રીનું બિલકુલ ન બોલવું એ સ્પષ્ટ કરે છે કે તેઓ ગુનેગારોને રક્ષણ આપી રહ્યા છે.”

શું છે ઘટના?

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, શહેરના પોલીસ અધિક્ષક અભિમન્યુ માંગલિકે કહ્યું, “આઝાદ બુધવારે દેવબંદમાં પાર્ટી કાર્યકરના ઘરેથી છુટમલપુર પરત ફરી રહ્યા હતા. જ્યારે તેમની ગાડી દેવબંદ વિસ્તારમાં હતી ત્યારે જ અચાનક જ ત્યાં હરિયાણા નંબર પ્લેટવાળી કારમાં હુમલાખોરો આવ્યા હતા. હુમલાખોરોએ ચંદ્રશેખર પર 4 રાઉન્ડ ગોળીબાર કર્યો, એક ગોળી તેમના પેટમાં વાગી હતી. ફાયરિંગમાં કારના કાચ પણ તૂટી ગયા હતા.”

આ પણ વાંચો: યુપીના દેવબંદમાં ચંદ્રશેખર આઝાદ પર હુમલો, બદમાશોએ ગોળી મારી

Back to top button