ફિલ્ડ માર્શલ ગ્રૂપના સ્વ.પોપટભાઈ નરસિંહભાઈ પટેલના મોટા પુત્ર ચંદ્રકાંતભાઇ પટેલનું નિધન
રાજકોટઃ ટોચના ઉદ્યોગપતિ અને ફિલ્ડ માર્શલ ગ્રૂપના સ્વ.પોપટભાઈ નરસિંહભાઈ પટેલના મોટા પુત્ર ચંદ્રકાંતભાઇ પટેલનું દુઃખદ અવસાન થયું છે. પોંડિચેરી લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યાં તેઓને હૃદય રોગનો હુમલો આવી જતા મોત થયું હતું. તેમના પાર્થિવ દેહને આજે રાત્રે રાજકોટ ખાતે લઈ આવવામાં આવશે. ઓઇલ એન્જિન ક્ષેત્રે ફિલ્ડ માર્શલ ગ્રુપ ભારતભરમાં મોટું નામ ધરાવે છે. ચંદ્રકાંતભાઇ પટેલના મોતના સમાચાર મળતાની સાથે જ ઔદ્યોગિક જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ફિલ્ડ માર્શલ ગ્રૂપના પોપટભાઇ પટેલના મોટા પુત્ર ચંદ્રકાંતભાઈ પોપટભાઇ પટેલ 66 વર્ષના હતા. પોંડિચેરી તેમના ડિસ્ટ્રીબુટરને ત્યાં પત્ની કીર્તિબેનની સાથે લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયેલા, જ્યાં તેમણે હૃદય રોગનો હુમલો આવતા નિધન થયું છે. તેમના પિતા પોપટભાઈ નરશીભાઈ પટેલનું ગત 3 ઓગસ્ટ 2022ના રોજ અવસાન થયું હતું. તેમના પરિવારમાં પત્ની કિર્તિબેન તેમજ પુત્રી પ્રાચી તેમજ તેમના નાના ભાઈ નીતિનભાઈ, દીપકભાઈ તેમજ તેમની બહેન શોભના છે.