ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

આંધ્રપ્રદેશના CM તરીકે ચંદ્રાબાબુ નાયડુ 12 જૂને લઈ શકે છે શપથ

Text To Speech

નવી દિલ્હી, 7 જૂન : તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. ટીડીપીના વરિષ્ઠ નેતા કે રઘુરામ કૃષ્ણ રાજુએ આ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ચંદ્રાબાબુ નાયડુ 12 જૂને લગભગ 4.55 વાગ્યે સીએમ તરીકે શપથ લઈ શકે છે. લોકસભાની ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી, જેમાં TDPનો જંગી વિજય થયો હતો. જે બાદ ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી ફરી એકવાર આંધ્રપ્રદેશમાં સત્તામાં વાપસી કરી રહી છે.

‘અમારા નેતાઓ માગણી નહીં કરે’

રઘુ રામ કૃષ્ણ રાજુએ કહ્યું, ‘ચંદ્રબાબુ નાયડુ 12 જૂને લગભગ 4.55 વાગ્યે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે આપણા નેતાઓ ચંદ્રાબાબુ નાયડુ અને પવન કલ્યાણની પ્રશંસા કરી તે આંધ્રપ્રદેશના લોકો માટે ખૂબ જ આનંદની ક્ષણ છે. અમારા નેતાઓએ પણ વડાપ્રધાન પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. અલબત્ત અમને કેન્દ્ર તરફથી ઘણી મદદની જરૂર પડશે કારણ કે પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડીએ રાજ્યને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું TDPએ કેન્દ્રીય કેબિનેટમાં સમાવેશને લઈને કોઈ ખાસ માંગ કરી છે? આના જવાબમાં ટીડીપી નેતાએ કહ્યું, ‘મારા માટે આ અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી, પરંતુ મને નથી લાગતું કે અમારા નેતાઓ એવા લોકો છે જેઓ માંગણી કરે છે. સારા સંબંધોને કારણે તે ઘણું હાંસલ કરી શકે છે, પરંતુ તે માંગણી કરશે નહીં.

Back to top button