ટ્રેન્ડિંગધર્મનેશનલ

Chandra Grahan 2023: ભારતના આ શહેરોમાં જોઇ શકાશે ચંદ્રગ્રહણ, જાણો સૂતક કાળ

  • ગ્રહણનો સૂતક કાળ 28 ઓક્ટોબરે સાંજે ચાર વાગ્યાથી લાગી જશે. દેશભરના તમામ મંદિરોમાં દર્શન બંધ થઇ જશે. આ ઉપરાંત શરદ પૂર્ણિમાં હોવાના કારણે ખીર કે દૂધ પૌંવાની પ્રસાદી પણ વર્જ્ય કહેવાશે, કેમકે એ સમયે ચંદ્રમા ગ્રહણથી ગ્રસિત હશે, તેથી તેની રોશનીમાં ખીર નહીં રાખવામાં આવે.

Chandra Grahan: સૂર્યગ્રહણ બાદ હવે ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે લાગી રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં પણ જોવા મળશે. તેથી આ ગ્રહણનો સૂતકકાળ પણ લાગુ પડશે. જ્યોતિષીય દ્રષ્ટિથી આ ગ્રહણ એક મોટું ગ્રહણ છે, કેમકે આ ગ્રહણની અસર ઘણી રાશિઓ પર પડશે. ચંદ્રમાથી પ્રભાવિત થતી રાશિઓ તેનાથી પ્રભાવિત થશે. ગ્રહણ બાદ કરવામાં આવતા દાન-પુણ્ય પણ કરવામાં આવશે. ગ્રહણનો સૂતક કાળ સાંજે ચાર વાગ્યાથી લાગી જશે. દેશભરના તમામ મંદિરોમાં દર્શન બંધ થઇ જશે. આ ઉપરાંત શરદ પૂર્ણિમાં હોવાના કારણે ખીર કે દૂધ પૌંવાની પ્રસાદી પણ વર્જ્ય કહેવાશે. કેમકે એ સમયે ચંદ્રમા ગ્રહણથી ગ્રસિત હશે, તેથી તેની રોશનીમાં ખીર નહીં રાખવામાં આવે.

ચંદ્રગ્રહણ આ જગ્યાઓ પર દેખાશે

ગ્રહણ પશ્વિમી પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા, એશિયા યૂરોપ, આફ્રિકા, પૂર્વ દક્ષિણ અમેરિકા, ઉત્તર-પૂર્વ અમેરિકા, એટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં જોવા મળશે. ભારતમાં પણ ચંદ્ર ગ્રહણ દિલ્હી, ગુવાહાટી, ઉદેપુર, ઉજ્જૈન, વારાણસી, પ્રયાગરાજ, ચેન્નાઇ, હરદ્વાર, દ્વારકા, મથુરા, હિસાર, દ્વારકા, મથુરા, બરેલી, કાનપુર આગ્રા, રેવાડી, અજમેર, અમદાવાદ, અમૃતસર, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢા, દહેરાદૂન, લુધિયાણા, જયપૂર, જમ્મુ, કોલ્હાપુર, કોલકત્તા, લખનઉ, મદુરાઇ, મુંબઇ, નાગપુર, પટણા, રાયપુર, રાજકોટ, રાંચી, શિમલા સહિત અનેક શહેરોમાં જોવા મળશે. આંસિક ચંદ્રગ્રહણ અડધી રાતની આસપાસ ભારતના તમામ સ્થાનો પર જોવા મળશે.

Chandra Grahan 2023: ભારતના આ શહેરોમાં જોઇ શકાશે ચંદ્રગ્રહણઃ જાણો સૂતક કાળનો સમય hum dekhenge news

ચંદ્રગ્રહણની તારીખ અને સમય

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આસો માસની પૂર્ણિમાની એટલે કે 28 અને 29 ઓક્ટોબરની મધ્યરાત્રિએ સમગ્ર ભારતમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણના રૂપમાં જોવા મળશે. ચંદ્રગ્રહણ મધ્યરાત્રિએ 1:05 વાગ્યે શરૂ થશે અને 2:24 સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ ભારતના તમામ શહેરોમાં જોવા મળશે.

ચંદ્રગ્રહણનો સૂતક કાળ

ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલા શરૂ થઇ જાય છે. સૂતક કાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે પૂજા કરવામાં આવતી નથી. 28મી ઓક્ટોબરની મધ્યરાત્રિએ લાગવા જઇ રહેલા ચંદ્રગ્રહણનો સૂતક કાળ 28મી ઓક્ટોબરે સાંજે 4.05 વાગ્યાથી શરૂ થઇ જશે અને 29 ઓક્ટોબરે 2.24 વાગ્યે સમાપ્ત થશે.

ગ્રહણના સમયગાળા દરમિયાન અને પછી શું કરવું?

તમે સૂતક કાળ અને ગ્રહણ કાળ દરમિયાન ચંદ્ર સંબંધિત મંત્રોનો જાપ કરી શકો છો. 28મી ઓક્ટોબરના ગ્રહણ કાળમાં સૂર્યાસ્ત પછી તમારી ક્ષમતા મુજબ અને બ્રાહ્મણની સલાહ મુજબ દાન કરવાનો સંકલ્પ લેવો અને બીજા દિવસે સૂર્યોદય સમયે સ્નાન કરીને બ્રાહ્મણને દાન આપવું.

Chandra Grahan 2023: ભારતના આ શહેરોમાં જોઇ શકાશે ચંદ્રગ્રહણઃ જાણો સૂતક કાળનો સમય hum dekhenge news

શરદ પૂર્ણિમાએ દૂધ પૌંઆ ખાવા કે નહીં?

શરદ પૂર્ણિમાના દિવસે આકાશમાંથી અમૃત વર્ષા થાય છે. આ દિવસે, ખીર બનાવવા કે પછી દૂધ પૌંઆ ખાવાની પરંપરા છે, જે બનાવીને રાત્રે ખુલ્લા આકાશ નીચે ચંદ્રની ચાંદનીમાં રાખવામાં આવે છે અને બીજા દિવસે તેનું સેવન કરવામાં આવે છે, પરંતુ ગ્રહણની છાયાને કારણે આ વર્ષે તમારે ચંદ્રગ્રહણ અને સૂતક દરમિયાન બહાર ખીર ન રાખવી જોઈએ. આ સમયગાળા દરમિયાન ચંદ્રના કિરણો પ્રદૂષિત થઈ જાય છે. તેની અસર શરીર પર નકારાત્મક પડે છે. સુતક અને ગ્રહણના સમયમાં ધાર્મિક કાર્યો કરવા પર પણ પ્રતિબંધ છે. સુતક લાગે તે પહેલા તમે ખીર બનાવી શકો છો અને તેમાં તુલસી ઉમેરીને ઘરમાં રાખી શકો છો. ગ્રહણ સમાપ્ત થયા પછી, ખીરને થોડા સમય માટે ખુલ્લા આકાશ નીચે રાખો. તમે બીજા દિવસે ખીર બનાવીને ભગવાનને અર્પણ કરી શકો છો.

આ પણ વાંચોઃ ચંદ્રગ્રહણ બાદ રાહુ-કેતુ અને શનિનું મહાપરિવર્તનઃ આ રાશિઓનું બદલાશે ભાગ્ય

Back to top button