બનાસકાંઠામાં ગેનીબેનનું ચાંદલા પોલિટિક્સ, 11 રૂપિયાથી લઈ યથાશક્તિ ચાંદલો આપવા માંગ
અમદાવાદ, 25 માર્ચ 2024, ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બે મહિલાઓ વચ્ચે જબરદસ્ત જંગ જામ્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી બંને ઉમેદવારોનો પ્રચાર રંગ પકડી રહ્યો છે. ત્યારે ગેનીબેનનું ચાંદલા પોલિટિક્સ પણ ચર્ચામાં આવ્યું છે. ગેનીબેનની ઉમેદવારી માટે ડિપોઝિટ ભરવા લોકો પાસે ચાંદલાની માંગ કરવામાં આવી છે. ગેનીબેન ઠાકોરનો QR કોડ સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બન્યો છે.રૂ.11થી લઇ યથાશક્તિ પ્રમાણે ચાંદલો આપવા માંગ કરવામાં આવી છે.
લોકોના આવેલા ચાંદલાના પૈસાથી ડિપોઝિટ ભરી ચૂંટણી લડશે
બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું ચાંદલા પોલિટિક્સ શરૂ થયુ છે. જેમાં ગેનીબેનની ઉમેદવારી માટે ડિપોઝિટ ભરવા લોકો પાસે ચાંદલાની માંગ કરવામાં આવી છે. ગેનીબેન ઠાકોરનો QR કોડ સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બન્યો છે.ચાંદલા સ્વરૂપે રૂ.11 થી લઇ યથાશક્તિ પ્રમાણે ચાંદલો આપવા માંગ કરવામાં આવી છે. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર લોકોના આવેલા ચાંદલાના પૈસાથી ડિપોઝિટ ભરી ચૂંટણી લડશે.
બનાસકાંઠાની જનતાએ એક ગરીબ સમાજની દીકરીનું મામેરું ભર્યું
વાવના મતદારો એમ કહે કે, ગેની બેને તો બે વાર ભર્યુ છે પણ તમારા જિલ્લામાં તો પહેલીવાર જ ભરવાનું છે. મારો મત વિસ્તાર બનાસકાંઠા જ છે અને આપણા હરીફ મહેમાન ઉમેદવારનો મત વિસ્તાર વડગામ છે એ પાટણ જિલ્લામાં આવે છે. એટલે અઢારે આલમ પાસે મામેરાની હું જ સાચી હકદાર છું. મામેરામાં હું તમારી પાસે પૈસા, હીરા, મોતી નથી માંગતી ફક્ત બે જ દિવસ માંગુ છું. પહેલા દિવસે તેમે કડેધડે ફોર્મ ભરવા આવો અને એક દિવસ તમે મતદાન કરવા આવો ત્યારે 80થી 90 ટકા મતદાન થાય. મારો આ બે દિવસનો રૂડો પ્રસંગ તમે સાચવજો. જ્યારે પાલનપુરમાં મતગણતરી થાય અને મજબૂત પરિણામ આવે ત્યારે છેક દિલ્હી સુધી ખબર પડે કે, બનાસકાંઠાની જનતાએ એક ગરીબ સમાજની દીકરીનું મામેરું ભર્યું.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ગેનીબેનનો હૂંકારઃ અઢારે આલમ પાસે ‘મામેરા’ની સાચી હકદાર હું જ છું