ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો, કેસનો આંકડો વધ્યો

Text To Speech
  • રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવ્યો
  • એન્કેફેલાઇટીસના 38 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • રાજ્યમાં 52 બાળકોના મોત નીપજ્યા છે

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો છે. જેમાં કેસનો આંકડો વધ્યો છે. તેમજમાં ચાંદીપુરાના 130 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ આવ્યા છે. શંકાસ્પદ પૈકી 45 કેસો હાલ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવ્યો છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કેસ વધ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ 110 અધિકારીઓને મળશે એવોર્ડ

રાજ્યમાં 52 બાળકોના મોત નીપજ્યા છે

ચાંદીપુરાના કારણે રાજ્યમાં 52 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 38 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થયા છે. અરવલ્લી- 7, મહીસાગર 2, ખેડા 7, મહેસાણા 7, રાજકોટ 6, સુરેન્દ્રનગર 5, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-6, પંચમહાલ-15, જામનગર-6, મોરબી-5, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટાઉદેપુર 2, દાહોદ 3, વડોદરા 6, નર્મદા 2, બનાસકાંઠા 5, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ, રાજકોટ કોર્પોરેશન 4, કચ્છ 3, સુરત કોર્પોરશન 2, ભરૂચ 3, અમદાવાદ અને જામનગર કોર્પોરેશન 1-1 શંકાસ્પદ કેસો નોંધાયા છે.

એન્કેફેલાઇટીસના 38 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

સાબરકાંઠા 6, અરવલ્લી 3, મહીસાગર 1, ખેડા 4, મહેસાણા 4, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ, અમદાવાદ કોર્પોરેશન 3, ગાંધીનગર 1, પંચમહાલ 7, જામનગર અને મોરબીમાં 1-1 કેસ, દાહોદ 2, વડોદરા, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા, સુરત કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશન સહિત કચ્છ જિલ્લામાંથી 1-1 કેસ નોંધાયા છે. આ તમામ જિલ્લાઓને મળીને ચાંદીપુરા વાયરસના કુલ-45 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 38 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 40 દર્દીઓને રજા આપવામાં આવી છે.

Back to top button