ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો, શંકાસ્પદ કેસનો આંકડો વધ્યો
- રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવ્યો
- રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 124 કેસો નોંધાયા
- સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો છે. જેમાં શંકાસ્પદ કેસનો આંકડો વધ્યો છે. રાજ્યમાં ચાંદીપુરાના કુલ 124 શંકાસ્પદ કેસ આવ્યા છે. તેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ છે. શંકાસ્પદ પૈકી 37 કેસો હાલ પોઝિટિવ છે. તેમજ ચાંદીપુરાના કારણે રાજ્યમાં 44 બાળકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતા આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી
રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવ્યો
રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવ્યો છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 124 કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 37 કેસો હાલ પોઝિટિવ છે. જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 44 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 54 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 26 દર્દીઓ સાજા થયા છે. સાબરકાંઠા 12, અરવલ્લી- 5, મહીસાગર 2, ખેડા 6, મહેસાણા 7, રાજકોટ 5, સુરેન્દ્રનગર 4, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-6, પંચમહાલ-15, જામનગર-6, મોરબી-5, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટાઉદેપુર 2, દાહોદ 2, વડોદરા 6, નર્મદા 2, બનાસકાંઠા 5, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર 1, દેવભૂમિ દ્વારકા 1, રાજકોટ કોર્પોરેશન 4, કચ્છ 3, સુરત કોર્પોરશન 2, ભરૂચ 3, અમદાવાદ 1 તેમજ જામનગર કોર્પોરેશન 1 શંકાસ્પદ કેસો નોંધાયા છે.
રાજસ્થાનમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 6 કેસો નોંધાયા
સાબરકાંઠા 6, અરવલ્લી 3, મહીસાગર 1, ખેડા 3, મહેસાણા 4, રાજકોટ 1, સુરેન્દ્રનગર 1, અમદાવાદ કોર્પોરેશન 3, ગાંધીનગર 1, પંચમહાલ 6, જામનગર અને મોરબીમાં 1-1 કેસ, દાહોદ, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા, રાજકોટ કોર્પોરેશન અને કચ્છ જિલ્લામાંથી 1-1 કેસ નોંધાયા છે. આ તમામ જિલ્લાઓને મળીને ચાંદીપુરા વાયરસના કુલ-37 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 54 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 26 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજસ્થાનમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 6 કેસો નોંધાયા છે. જેમાં 5 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ 1 બાળકનું મોત નીપજ્યું છે. મધ્ય પ્રદેશના 2 કેસો જેમા 2 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ મહારાષ્ટ્રનો 1 કેસ જેમાં 1 દર્દી દાખલ છે.