ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસ વધ્યા, રાજ્યમાં કેન્દ્રિય આરોગ્યની ટીમ આવી

Text To Speech
  • ચાંદીપુરા કેસને લઈ આરોગ્ય વિભાગ એક્શન મોડ પર
  • સિવિલ હોસ્પિટલમાં હજી બે બાળકો સારવાર અર્થે એડમિટ
  • ચાંદીપુરાના નવા 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે

ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુદરમાં વધારો થયો છે. જેમાં રાજ્યમાં એક જ દિવસમાં 5 બાળકોના મોત થયા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 84 કેસ નોંધાયા છે. તેમજ ચાંદીપુરાથી અત્યાર સુધી 32 બાળકોના મોત થયા છે. તથા ચાંદીપુરાના નવા 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમજ 18729 ઘરોમાં સર્વેલન્સ હાથ ધરાયું છે અને મેલેથિયોન પાવડરથી ડસ્ટીંગની કામગીરી શરૂ કરાઇ છે.

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી 

સિવિલ હોસ્પિટલમાં હજી બે બાળકો સારવાર અર્થે એડમિટ

ચાંદીપુરા વાયરસથી મોતનો આંકડો વધતા આરોગ્ય વિભાગ એક્શન મોડ પર છે. સિવિલ હોસ્પિટલમાં હજી બે બાળકો સારવાર અર્થે એડમિટ થયા છે. ડીસાના સદરપુરના દર્દીનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયુ છે. કોઈ દર્દીનું મોત ન થાય તે દિશામાં આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું છે. તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ વધુ એક દર્દીનું મોત થયુ છે. જેમાં પાલનપુરની બાળકીનું શંકાસ્પદ મોત થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. પુણેથી રિપોર્ટ આવે તે પહેલાં જ શંકાસ્પદ ચાંદીપુરાથી મોત થયુ છે. 20 જુલાઈએ સિવિલ હોસ્પિટલમાં બાળકીને એડમિટ કરાઈ હતી. તેમજ સિવિલ હોસ્પિટલમાં હજી બે બાળકો સારવાર અર્થે એડમિટ છે.

ચાંદીપુરા કેસને લઈ આરોગ્ય વિભાગ એક્શન મોડ પર

એક દર્દી વેન્ટિલેટર પર જ્યારે 1 દર્દીની તબિયત સ્થિર છે. ચાંદીપુરા કેસને લઈ આરોગ્ય વિભાગ એક્શન મોડ પર છે. જેમાં આજથી કેન્દ્રિય આરોગ્યની ટીમ ગુજરાતમાં છે. આજે ચાંદિપુરા વાયરસને લઇવિવિધ વિસ્તારોમાં આરોગ્યની ટીમ મુલાકાત લેશે. તેમજ દવાઓ, દર્દીઓ, મેડિકલ સુવિધાઓ સહિતનો તાગ મેળવશે. ચાંદીપુરાના શંકાસ્પદ કેસ વધતા કેન્દ્રીય આરોગ્યની ટીમના ગુજરાતમાં ધામા છે. ગુજરાતના વિવિધ વિસ્તાર સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ હવે ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આ વાયરસના 4 કેસ સામે આવ્યા છે. જેમાં હાલ ચાંદીપુરા વાયરસના કારણે મોત બે દર્દીના મોત થયા છે. જોકે અન્ય બે દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

Back to top button