ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થયો અને મોતનો આંકડો પણ વધ્યો
- ચાંદીપુરા વાયરસને લઈ વૈજ્ઞાનિકો રસી પર કામ કરી રહ્યા છે: જે.પી નડ્ડા
- ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 162 કેસો
- શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ છે
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થયો છે. તેમજ ચાંદીપુરા વાયરસના કારણે મોતનો આંકડો પણ વધ્યો છે. ત્યારે રાહતના સમાચાર એ છે કે 81 દર્દીઓ સાજા થયા છે. તેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ આવ્યા છે. જેમાં શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ છે. હોસ્પિટલમાં 8 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
આ પણ વાંચો: ગુજરાત: સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાતા એલર્ટ જાહેર
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 162 કેસો
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 162 કેસો છે. જે પૈકી મહીસાગરમાં 4, ખેડામાં 7, મહેસાણામાં 10, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 8, પંચમહાલમાં 16, સાબરકાંઠામાં 16, અરવલ્લીમાં 7, , રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 6, જામનગરમાં 8, મોરબીમાં 6, નર્મદામાં 02, બનાસકાંઠામાં 7, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 9, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 2, સુરત કોર્પોરેશનમાં 02, ભરૂચમાં 4, અમદાવાદમાં 02, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 5, જામનગર કોર્પોરેશનમાં 1, પોરબંદરમાં 01, પાટણમાં 1, ગીર સોમનાથમાં 1, અમરેલીમાં 1 તેમજ ડાંગમાં પણ 1 શંકાસ્પદ કેસ આવ્યો છે. ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં 73 મોત થયા છે.
ચાંદીપુરા વાયરસને લઈ વૈજ્ઞાનિકો રસી પર કામ કરી રહ્યા છે: જે.પી નડ્ડા
ચાંદીપુરા વાયરસને લઈ જે.પી નડ્ડાએ કહ્યું, ચાંદીપુરા વાયરસને લઈ વૈજ્ઞાનિકો રસી પર કામ કરી રહ્યા છે. વાયરસની સ્થિતિ કાબૂમાં છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ સંક્રમણને કારણે અત્યાર સુધી કુલ 73 દર્દીઓના મૃત્યુ થયા છે. આ દર્દીઓમાં મોટાભાગે નાના બાળકોનો સમાવેશ થાયો હતો. 6 ઓગસ્ટ સુધી શંકાસ્પદ ચાંદીપુરાથી 71 મૃત્યુ થયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે સ્વીકાર્યું હતું. જેની સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે ગુજરાતમાં ચાંદીપુરાથી જ 27 બાળકોના મોત થયા છે. આ સ્થિતિએ અન્ય 44 બાળકોના મૃત્યુ કેવી રીતે થયા તે પણ સવાલ સર્જે છે અને ચાંદીપુરાથી ગુજરાતમાં કેટલી ચિંતાજનક સ્થિતિ છે તે સામે આવ્યું છે. ડોક્ટરોના મતે ચાંદીપુરાના પ્રારંભિક લક્ષણો તાવ જેવા હોય છે. આ પછી તે 24થી 18 કલાકમાં મગજના તાવ, કોમા અને મોત થતું હોય છે. 15થી ઓછી વયના બાળકોમાં રોગપ્રતિકારકશક્તિ ઓછી હોવાથી ચાંદીપુરા વાયરસ તેમને સૌથી વધુ અસર કરે છે.