ચંડીગઢમાં ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યક્રમ દરમિયાન હોબાળો, પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા

Chandigarh protest: આજે (25 જૂન 2026) ચંડીગઢમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યક્રમ દરમિયાન NSUI અને યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમને કાળા ઝંડા બતાવી તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ ‘છાત્રોની ગૂંજ’ આંદોલનના ભાગરૂપે કરવામાં આવ્યો હતો.
કેટલાક સ્થળોએ અફરાતફરીનો માહોલ
વીડિયોમાં જોઈ શકાય છે કે વિરોધીઓ અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થતાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. કેટલાક સ્થળોએ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે વિરોધીઓને રોકવાના પ્રયાસ કરતા ભીડ વધુ ઉગ્ર બની હતી. આ સમગ્ર ઘટના શહેરી વિસ્તારમાં બની હતી, જ્યાં ભારે ભીડ અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે દેશમાં સતત થઈ રહેલા પેપર લીક, શિક્ષણ વ્યવસ્થાની ખરાબ હાલત અને યુવાનો સાથે થઈ રહેલા અન્યાય સામે વિદ્યાર્થીઓ અને યુવાનોનો ગુસ્સો હવે રસ્તાઓ પર દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે શિક્ષણ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનને આ નિષ્ફળતાઓની નૈતિક જવાબદારી લેવી જોઈએ.
चंडीगढ़ में केंद्रीय शिक्षा मंत्री धर्मेंद्र प्रधान को एनएसयूआई एवं युवा कांग्रेस कार्यकर्ताओं ने काले झंडे दिखाकर जोरदार विरोध दर्ज कराया।
देशभर में लगातार हो रहे पेपर लीक, शिक्षा व्यवस्था की बदहाली और युवाओं के साथ हो रहे अन्याय के खिलाफ छात्रों और युवाओं का गुस्सा सड़कों पर… pic.twitter.com/M1cFFvaVPK
— Jignesh Mevani (@jigneshmevani80) June 25, 2026
પેપર લીક વિરુદ્ધ ચાલતું આંદોલન
આ ઘટના વ્યક્તિગત નથી, પરંતુ NEET અને અન્ય પરીક્ષાઓમાં વારંવાર થતા પેપર લીક, NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ની કથિત નિષ્ફળતા અને શિક્ષણ વ્યવસ્થાની ખરાબ હાલત સામેના વ્યાપક વિરોધનો ભાગ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં NSUI અને યુવા કોંગ્રેસે અમદાવાદ, ભોપાલ, પટના, દિલ્હી વગેરે સ્થળોએ વિરોધ પ્રદર્શનો કર્યા છે, જેમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી.
– NEET 2026 પેપર લીક: મે 2026માં NEET UG પરીક્ષા લીક થવાના આરોપો પછી તેને રદ કરવામાં આવી, જેનાથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા. CBIએ તપાસ શરૂ કરી છે.
– અન્ય પરીક્ષાઓમાં પણ અનિયમિતતાઓના કેસ સામે આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રઈ હોવાનો આરોપ છે.
– વિરોધીઓ માંગ કરે છે કે NTAનું પુનર્ગઠન થાય, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે.
સરકાર અને વિરોધ પક્ષની પ્રતિક્રિયા
આ વિરોધ કોંગ્રેસ-સંલગ્ન વિદ્યાર્થી સંગઠનો દ્વારા આયોજિત છે, જે મોદી સરકાર અને NTA પર શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થાનો આરોપ મૂકે છે. બીજી તરફ, સરકાર તરફથી તપાસ અને સુધારણાના વચનો આપવામાં આવ્યા છે, પરંતુ વિરોધીઓ તેને અપૂરતા માને છે. ચંડીગઢની આ ઘટના વિદ્યાર્થીઓના વ્યાપક અસંતોષને પ્રતિબિંબિત કરે છે, જે દેશભરમાં ચાલી રહ્યો છે.
આ પણ વાંચો: રામ મંદિર દાન ચોરી મામલે AAP સાંસદ સંજય સિંહે SITને લખ્યો પત્ર, જમીન ગોટાળાના આપ્યા પુરાવા











