ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

બળાત્કારી પાદરી બજિંદરને આજીવન કેદની સજા, મોહાલીની અદાલતે 2018ના કેસમાં આપ્યો ચુકાદો

Text To Speech

પંજાબ, 1 એપ્રિલ 2025 :  પાદરી બજિન્દર સિંહને બળાત્કારના કેસમાં મોહાલી જિલ્લા અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. પાદરી વિરુદ્ધ આ કેસ 2018માં જીરકપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. આ કેસ એક સગીર છોકરીની ફરિયાદ પર બજિંદર સિંહ વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે તેની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. ગત 28 માર્ચે જ તેને જિલ્લા અદાલતમાં દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી તેને પટિયાલા જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

35 વર્ષની મહિલાએ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો
પાદરી બજિન્દર સિંહ પર 2018માં 35 વર્ષીય મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પીડિતાનો દાવો છે કે પાદરી બજિન્દર સિંહે મોહાલીમાં પોતાના ઘરે તેની સાથે બળાત્કાર કર્યો હતો અને ઘટના રેકોર્ડ કરીને તેને બ્લેકમેલ કરી રહ્યો હતો.
આ વીડિયો પણ જુઓ

ફરિયાદ અનુસાર, એપ્રિલ 2018માં પીડિતાએ હિંમત એકઠી કરી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ બજિંદર સિંહ ફરાર થઈ ગયો. બાદમાં તે લંડન ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે દિલ્હી એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે 28 માર્ચે તેને દોષિત ઠેરવ્યો હતો.
28 માર્ચે સુનાવણી દરમિયાન, કોર્ટે તેને દોષિત ઠેરવ્યો અને 1 એપ્રિલે તેને આજીવન કેદની સજા ફટકારી. ઝીરકપુર પોલીસે પીડિતાની ફરિયાદ પર પાદરી સહિત 7 લોકો (અકબર ભાટી, રાજેશ ચૌધરી, સુચા સિંહ, જતિન્દર કુમાર, સિતાર અલી અને સંદીપ ઉર્ફે પહેલવાન) વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેમની સામે આઈપીસીની કલમ 376, 420, 354, 294, 323, 506, 148 અને 149 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : VIDEO: વર્લ્ડકપ 2027ને લઈને વિરાટ કોહલીનો નિર્ણય, પોતે કર્યું આ એલાન; જાણો ફ્યૂચર પ્લાન

Back to top button