અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

શક્તિસિંહ સાથેની મુલાકાત બાદ ભાજપના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ

Text To Speech

અમદાવાદ, 5 જાન્યુઆરી 2024, ગુજરાતમાં વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાતા દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત બાદ  એવા સવાલો ઉભા થઇ રહ્યા છે કે, શું મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસનો હાથ પકડી શકે છે? આ મુલાકાત બાદ હજી સુધી કોંગ્રેસ કે મધુ શ્રીવાસ્તવ તરફથી કોઇ પ્રતિક્રિયા પ્રકાશમાં આવી નથી. પરંતુ કોંગ્રેસના સુત્રો આને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી રહ્યાં છે.

આગામી સમયમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરી શકે છે
લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાતના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. ભાજપના દબંદ નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે અમદાવાદ ખાતે કોંગ્રેસ ભવનમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતને કોંગ્રેસના સુત્રોએ શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. પરંતુ ત્યાર બાદ રાજકીય ચર્ચાઓ તેજ બની હતી. મધુશ્રી વાસ્તવ વિધાનસભાની ચૂંટણીમાં ટીકિટ કપાતા પક્ષથી નારાજ થયાં હતાં. ત્યાર બાદ આ મુલાકાત થતાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, તેઓ આગામી સમયમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરી શકે છે.

વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી
મધુ શ્રીવાસ્તવે ગત વિધાનસભાની ચૂંટણીમાં ટીકિટ કપાતા વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમનો પરાજય થયો હતો.મધુ શ્રીવાસ્તવની છાપ ‘દબંગ’ અને ‘બાહુબલી’ નેતા તરીકેની છે. તેઓ છ વખત વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા છે. પોતાની મૂછ, દાઢી, ગળામાં સોનાની વજનદાર ચેન તથા વીંટીઓ અને માથા ઉપર હેટને કારણે મધુ શ્રીવાસ્તવ વિધાનસભામાં અલગ તરી આવે છે. તેઓ હેટ અને એસ.યુ.વી. ગાડીઓના શોખીન છે.

આ પણ વાંચોઃ અમેરિકાથી રમકડાં અને પુસ્તકોમાં હાઈબ્રિડ ગાંજો મંગાવનાર પશ્ચિમ બંગાળથી ઝડપાયો

Back to top button