T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

ચાલો જાણીએ કે Super 8sમાં ક્વોલીફાય થવા માટે કઈ ટીમને કેટલા ચાન્સ છે!

11 જૂન, અમદાવાદ: વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએની  યજમાનીમાં ચાલી રહેલો ICC T20 World Cup 2024 હવે એવા તબક્કે પહોંચ્યો છે કે દરેકના મનમાં એક જ પ્રશ્ન દોડી રહ્યો છે. આ પ્રશ્ન છે કે આ વર્લ્ડ કપના Super 8sમાં ક્વોલીફાય થવા માટે કઈ ટીમના કેટલા ચાન્સીઝ છે. તો ચાલો આપણે જોઈએ કે દરેક ગ્રુપની દરેક ટીમ પાસે આ આગલા રાઉન્ડમાં જવા માટે કેટલી તક બાકી રહી છે.

ગ્રુપ A: ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, કેનેડા, પાકિસ્તાન અને આયરલેન્ડ

ભારત (4 પોઈન્ટ્સ, 1.455 નેટ રનરેટ): શરૂઆતની જ બે મેચો સારા નેટ રનરેટ સાથે જીતીને ભારતે આગલા રાઉન્ડમાં જવા માટે પોતાની તક ઉજળી કરી દીધી છે. અમેરિકા અથવાતો કેનેડા સામેનો વિજય મોટાભાગે ટીમને આગલા રાઉન્ડ માટે ક્વોલીફાય કરી દેશે.

યુએસએ (4 પોઈન્ટ્સ, 0.626 નેટ રનરેટ): અમેરિકાની આ ટીમે પણ ભારતની જેમ જ જબરદસ્ત શરૂઆત કરી છે. તેણે હવે ભારત અને આયરલેન્ડ સામે રમવાનું છે. આ બે મેચોમાંથી એક વિજય તેના માટે પણ આગલા રાઉન્ડમાં જવાનો માર્ગ મોટેભાગે પ્રશસ્ત કરી દેશે.

કેનેડા (2 પોઈન્ટ્સ, -0.274 નેટ રનરેટ): કેનેડાએ હવે Super 8sમાં ક્વોલીફાય થવા માટે તેની આજની પાકિસ્તાન સામેની મેચ અને ત્યારબાદ ભારત સામેની ફ્લોરિડા ખાતેની મેચો જીતવી જરૂરી છે.

પાકિસ્તાન (0 પોઈન્ટ્સ, -0.150 નેટ રનરેટ): પાકિસ્તાને આજે કેનેડાને અને બાદમાં આયરલેન્ડને તો હરાવવા જ પડશે પરંતુ તે પણ એક સારા એવા માર્જીનથી. આ ઉપરાંત તેણે ભારત અથવા તો અમેરિકા તેમની તમામ મેચો હારી જાય તેવી પ્રાર્થના પણ કરવી પડશે.

આયરલેન્ડ (0 પોઈન્ટ્સ, -1.712): આયરલેન્ડની સ્થિતિ પણ પાકિસ્તાન જેવી જ છે. તેણે તો પાકિસ્તાન કરતાં પણ વધુ માર્જીનથી પોતાની બંને મેચો જીતવાની છે. આયરલેન્ડની બાકીની બે મેચો યુએસએ અને પાકિસ્તાન સામે છે.

ગ્રુપ B:  સ્કોટલેંડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, ઇંગ્લેન્ડ અને ઓમાન

સ્કોટલેંડ (5 પોઈન્ટ્સ, 2.164 નેટ રનરેટ): ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં વિજય તેમનું સ્થાન આગલા રાઉન્ડમાં નક્કી કરી દેશે.

ઓસ્ટ્રેલિયા (4 પોઈન્ટ્સ, 1.875 નેટ રનરેટ): સ્કોટલેંડ સામેની જીત તેમને સુપર 8sમાં પહોંચાડી દેશે.

નામિબિયા (2 પોઈન્ટ્સ, -0.309 નેટ રરનરેટ): નામિબિયાએ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંનેને હરાવવું પડશે તને તો જ તે આગલા રાઉન્ડમાં જઈ શકશે જે જરા અઘરું છે.

ઇંગ્લેન્ડ (1 પોઈન્ટ, -1.800 નેટ રનરેટ): હાલના ચેમ્પિયન ઇંગ્લેન્ડે હવે ઓમાન અને નામિબિયા સામેની મેચો તો જીતવાની જ છે પરંતુ ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેંડના રીઝલ્ટ ઉપર પણ તેની નજર રહેશે.

ઓમાન (0 પોઈન્ટ્સ, -1.613 નેટ રનરેટ): ઓમાનની ટીમ ઓલરેડી એલીમીનેટ થઇ ગઈ છે.

ગ્રુપ C: અફઘાનિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ, યુગાંડા, પપુઆ ન્યૂ ગીની અને ન્યૂઝીલેન્ડ

અફઘાનિસ્તાન (4 પોઈન્ટ્સ, 5.225 નેટ રનરેટ): પપુઆ ન્યૂ ગીની અથવા વેસ્ટ ઇન્ડિઝ સામેની જીત ટીમને આગલા રાઉન્ડ માટે ક્વોલીફાય કરી દેશે.

વેસ્ટ ઇન્ડિઝ (4 પોઈન્ટ્સ, 3.574 નેટ રનરેટ): અફઘાનિસ્તાન અથવાતો ન્યૂઝીલેન્ડ સામેની જીત દ્વારા સહ-યજમાન સુપર 8s માટે ક્વોલીફાય થશે.

યુગાંડા (2 પોઈન્ટ્સ,  – 4.217 નેટ રનરેટ): યુગાંડાએ હવે ન્યૂઝીલેન્ડને એક વિશાળ માર્જીન સાથે હરાવવું પડશે તો જ તે આગલા રાઉન્ડમાં જઈ શકશે.

પપુઆ ન્યૂ ગીની (0 પોઈન્ટ્સ, -0.434 નેટ રનરેટ): આ ટીમ લગભગ બહાર નીકળી ચૂકી છે પરંતુ તેણે ઉત્સાહવર્ધક ક્રિકેટનું પ્રદર્શન જરૂર કર્યું છે.

ન્યૂઝીલેન્ડ (0 પોઈન્ટ્સ, -4.200 નેટ રનરેટ): ન્યૂઝીલેન્ડને હવે તેની ત્રણેય મેચો મોટા માર્જીનથી જીતવી પડશે

ગ્રુપ D: સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ, નેપાળ અને શ્રીલંકા

સાઉથ આફ્રિકા (6 પોઈન્ટ્સ, 0.603 નેટ રનરેટ): સળંગ ત્રણ જીત મેળવીને સાઉથ આફ્રિકા મોટેભાગે Super 8sમાં ક્વોલીફાય થઇ ચૂક્યું છે.

બાંગ્લાદેશ (2 પોઈન્ટ્સ, 0.075 નેટ રનરેટ): નેધરલેન્ડ્સ સામેની આગલી મેચ ટીમ માટે ખૂબ મહત્વની છે અને ત્યારબાદ નેપાળ સામે પણ ટીમે જીત મેળવવી પડશે.

નેધરલેન્ડ્સ (2 પોઈન્ટ્સ, 0.024 નેટ રનરેટ): આ ટીમે બાંગ્લાદેશ અને નેપાળ બન્નેને હરાવવા પડશે અને તો જ તે ટુર્નામેન્ટમાં આગળ વધી શકશે.

નેપાળ (0 પોઈન્ટ્સ, -0.539 નેટ રનરેટ): પોતાની આગામી મેચો જીતે તો પણ નેપાળ માટે આગલા રાઉન્ડમાં જવું લગભગ અશક્ય છે કારણકે ટીમનું ફોર્મ અત્યંત કંગાળ છે.

શ્રીલંકા (0 પોઈન્ટ્સ, -0.777 નેટ રનરેટ): શ્રીલંકાએ નેપાળ અને નેધરલેન્ડ્સ બંને સામે જીતવાનું તો છે જ પરંતુ એ જીત પણ મોટા માર્જીનથી મળેલી હોવી જોઈએ તો જ તેનું આગળ વધવું શક્ય બનશે.

Back to top button