અમદાવાદ, 16 ડિસેમ્બર 2023, ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. ઠંડીની સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. આ વખતે માવઠું ઉત્તરાયણનો માહોલ ખરાબ કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ઠંડીમાં વધારો થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે કચ્છના ભાગોમાં પણ કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાશે.
ઉત્તરાયણની આસપાસ વાતાવરણમાં પલટો આવી શકે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મીડિયા સામે આગાહી કરતાં કહ્યું હતું કે,જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાં રહેશે.માવઠાને કારણે આ વખતે પતંગ રસિયાઓની મજા બગડી શકે છે. ઉત્તરાયણની આસપાસ વાતાવરણમાં પલટો આવી શકે છે. બીજી તરફ કચ્છના ભાગોમાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી થઈ શકે છે.
ફેબ્રુઆરી મહિનો આખો માવઠાની સંભાવનાઓ વાળો
અંબાલાલ પટેલનું કહેવું છે કે, ફેબ્રુઆરી મહિનો આખો માવઠાની સંભાવનાઓ વાળો છે. માર્ચ અને એપ્રિલમાં પણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. 16-18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થઈ શકે છે.ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.
આ પણ વાંચોઃ અદાણી જૂથે હવે સમાચાર એજન્સી IANSમાં 50.50% હિસ્સો ખરીદ્યો