આ શેરોમાં તેજીની શક્યતા, રોકાણ કરતા પહેલા જાણી લો આ શેરો વિશે
આજના શેરબજાર ટ્રેડમાં અમે તમને એવા ઘણા શેરો વિશે જણાવી રહ્યા છીએ જેમાં દિવસભર તેજી જોવા મળી શકે છે. સિંગાપોર એક્સચેન્જમાં બુધવારે નિફ્ટી ફ્યુચર્સ ફ્લેટ સ્ટાર્ટ કરી ચુકી છે. જે એ સૂચવે છે કે ભારતમાં શેરબજારનું કામકાજ સામાન્ય રીતે શરૂ થઈ શકે છે. સિંગાપોર એક્સચેન્જમાં નિફ્ટી ફ્યુચર્સ 17,149 પર ટ્રેડ થઈ રહ્યો હતો જે મંગળવારની તુલનામાં 2 પોઈન્ટ નીચે હતો. આજના ટ્રેડમાં, અમે તમને એવા ઘણા શેરો વિશે જણાવી રહ્યા છીએ જેમાં દિવસમાં તેજી જોવા મળી શકે છે.
મંગળવારે શેરબજારમાં સારી એવી રિકવરી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 445.73 પોઈન્ટ એટલે કે 0.77 ટકાના ઉછાળા સાથે 58,074.68 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
આ પણ વાંચો : અદાણી હિંડનબર્ગ કેસ: કેન્દ્રએ SCને કહ્યું- શેરબજારની સારી કામગીરી માટે સમિતિની રચના કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ…
મંગળવારે સેન્સેક્સ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries)માં સૌથી વધુ 3.11 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એ જ રીતે બજાજ ફાઇનાન્સ(Bajaj Finance), ટાઇટન(Titan), એક્સિસ બેન્ક(Axis Bank), ઇન્ડસઇન્ડ બેન્ક(IndusInd Bank), ICICI બેન્ક(ICICI Bank), બજાજ ફિનસર્વ(Bajaj Finserv), અલ્ટ્રાટેક સિમેન્ટ્સ(Ultratech Cements), લાર્સન એન્ડ ટુબ્રો(Larsen and Toubro)ના શેરમાં તેજી જોવા મળી હતી.
દેવયાની ઇન્ટરનેશનલ(Devyani International)
ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડે મંગળવારે બ્લોક ડીલ દ્વારા દેવયાની ઇન્ટરનેશનલનો 0.5% હિસ્સો ખરીદ્યો છે. ટેમશેકે દેવયાની ઇન્ટરનેશનલમાં 3% હિસ્સો વેચી દીધો છે.
આ પણ વાંચો : શેરબજારમાં કડાકા વચ્ચે અદાણીના શેરની ખરીદી માટે જોવા મળી પડાપડી
ઈન્ડિયન ઓઈલ (Indian Oil)
દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલના બોર્ડે પ્રી-પ્રોજેક્ટ કાર્યને શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 61,077 કરોડના ખર્ચે પારાદીપ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. આ માટે ઈન્ડિયન ઓઈલના બોર્ડે કામગીરી શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
હિન્દુસ્તાન ઝિંક (Hindustan Zinc)
હિન્દુસ્તાન ઝિંકે નાણાકીય વર્ષ 2022-23 માટે ચોથું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. હિન્દુસ્તાન ઝિંક તેના શેરધારકોને પ્રતિ શેર 26 રૂપિયાનું ડિવિડન્ડ આપવા જઈ રહી છે.
આ પણ વાંચો : બેન્કિંગ શેરોમાં ખરીદીના કારણે ભારતીય શેરબજાર મજબૂત તેજી સાથે બંધ
ટાટા મોટર્સ (Tata Motors)
ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તે 1લી એપ્રિલથી તેના કોમર્શિયલ વાહનોની કિંમતમાં 5% વધારો કરવા જઈ રહી છે. ટાટા મોટર્સે કહ્યું છે કે તેણે BS6 ફેસ-ટુ-એમિશન માપદંડોને પૂર્ણ કરવા માટે નવી જોગવાઈઓ કરવી પડી છે, જેના કારણે કંપનીના ખર્ચમાં વધારો થયો છે અને આ બોજ ગ્રાહકો પર નાખવામાં આવી રહ્યો છે.