ઉત્તર ગુજરાતગુજરાત

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ચૌહાણ “બેસ્ટ વાઇસ ચાન્સેલર એવાર્ડ”થી સન્માનિત

Text To Speech

પાલનપુર, 27 ઓગસ્ટ 2024, ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સીસ, બનારસ હિન્દુ યુનિવસિટી, ઓલ ઈન્ડીયા એગ્રીકલ્ચર સ્ટુડન્ટ એસોશીએશન અને ઈન્ડીયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ, નવી દિલ્હીના સંયુકત ઉપક્રમે ૮ મો નેશનલ યુથ કન્વેનશન, ઈન્સ્ટીટયુટ ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સીસ બનારસ હિન્દુ યુનિવસિટી, વારાણસી, ઉત્તરપ્રદેશ ખાતે તા. રર -૨૩ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ યોજાયો.

પ્રગતિ પુરષ્કાર-૨૦૨૩ એવાર્ડ” આપી સન્માનીત કરવામાં આવ્યા
સદર કન્વેનશનમાં સ.દાં. કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર. એમ. ચૌહાણને “બેસ્ટ વાઇસ ચાન્સેલર એવાર્ડ” સૂર્યપ્રતાપ શાહી, કૃષિમંત્રી, ઉત્તરપ્રદેશના હસ્તે આપી બહુમાન કરવામાં આવ્યુ હતું. વધુમાં સદર કન્વેનશનમાં સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, રાધનપુરના ડો. સી. કે. દેસાઇ, મદદનીશ સશોધન વૈજ્ઞાનિકને “યંગ સાયન્ટીસ્ટ એવાર્ડ ”, કેવીકે, ડીસાના યશરાજ વાળા, યંગ પ્રોફેશનલને “ ગોલ્ડ મેડલ- ૨૦૨૨-૨૩ એવાર્ડ, તથા યુવા ખેડૂત વિનયભાઇ ચૌધરી, મુ. ધાનેરી તા. દાંતીવાડાને “ પ્રગતિ પુરષ્કાર-૨૦૨૩ એવાર્ડ” આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃભારે વરસાદની આગાહીને લઈને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજજ, કંટ્રોલ રૂમ કાર્યરત

Back to top button