એજ્યુકેશનગુજરાત

કુલપતિ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં નવા ચાર ટ્રસ્ટીઓની નિમણુંક કરી

Text To Speech

કુલપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠ મંડળમાં આજે બેઠક મળી હતી. જેમાં બેઠકમાં વિદ્યાપીઠના પરિસરના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સમિતિ ખંડમાં આયોજીત કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળના ચાર નવા ટ્રસ્ટીઓની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી. ચાર નવા ટ્રસ્ટીઓમાં પદ્મશ્રી ગફૂરભાઈ મોહમ્મદભાઈ બિલખિયા, પદ્મભૂષણ રાજશ્રી બિરલા, શિક્ષણ ક્ષેત્રના અગ્રણી ડૉ. હર્ષદ પટેલ અને દિલીપ પી. ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુજરાત બોર્ડની ધો.10 અને ધો.12 ની પરીક્ષા 14 માર્ચથી થશે શરૂ, કાર્યક્રમ જાહેર

કુલપતિ આચાર્ય દેવવ્રતે નવા ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું

કુલપતિ આચાર્ય દેવવ્રતે નવા ટ્રસ્ટીઓની વરણીને આવકારી હતી. આ સાથે જણાવ્યું કે, પૂજ્ય ગાંધીબાપુના ઉદ્દેશ્યને ફળીભૂત કરવા સૌ સાથે મળીને પરસ્પર પારિવારિક સહયોગથી સાથે મળી કામ કરીશું. કોઈ વ્યક્તિ જન્મથી ગાંધીવાદી નથી હોતો. ગાંધીજીના વિચારો અનુસાર જે વ્યક્તિ જીવનભર કામ કરે તે ગાંધીવાદી આપોઆપ બની જતા હોય છે.

ગુજરાત વિદ્યાપીઠ - Humdekhengenews

નવા ટ્રસ્ટીઓ નવા ઉત્સાહ સાથે સંસ્થાને આગળ વધારશે

કુલપતિ આચાર્ય દેવવ્રતે જે ટ્રસ્ટીઓએ વિદાય લીધી એ ટ્રસ્ટીઓએ પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠની પ્રગતિ અને ઉન્નતિમાં આપેલા યોગદાન અને ફાળા માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સૌ સાથે મળીને ગુજરાત વિદ્યાપીઠને એક નવી ઉંચાઇએ લઇ જઈશું તેવી લાગણી વ્યક્ત કરી હતી.

Back to top button